જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો તેમજ પરીક્રમાના મેળા દરમ્યાન હજારો ભાવિકો દર વર્ષે ઉમટી પડતા હોય છે અને દુર દુરથી આવેલા ભાવિકોને લઈને નાના ધંધાર્થીઓને પણ રોજગારીનું ક્ષેત્ર પૂરૂ પડતું હોય છે. આ વર્ષે પણ દેવ દિવાળીના દિવસ પહેલા જ પરીક્રમા યોજાશે તેવી હૈયામાં આશા લઈ અને ભવનાથ ક્ષેત્રમાં નાના ધંધાર્થીઓ ઉમટી પડયા હતા અને માળાઓથી લઈ અનેક પ્રકારની ચિજ વસ્તુઓના વેંચાણ માટે ફુટપાથ ઉપર અથવા રોડની સાઈડમાં પાથરણા પાથરી અને વેંચાણ માટેની વસ્તુઓ રાખી અને નાનો એવો ધંધો કરી અને રોજગારી મેળવવાની આશાએ પરીક્રમાના મેળા માટે સંખ્યાબંધ નાના ધંધાર્થીઓ આવ્યા હતા પરંતુ આ વર્ષે શરૂઆતમાં પરીક્રમા ઉપર પ્રતિબંધ અને ફકત ૪૦૦ની મર્યાદામાં લોકોને પ્રવેશ અપાશે તેવી જાહેરાત અને ત્યારબાદ મોડેથી જવાબદાર તંત્ર દ્વારા પરીક્રમાની છુટ મળી હતી પરંતુ આ વર્ષે અગાઉથી કોઈપણ પ્રકારનું આયોજન થયું નથી અને તેમજ પરીક્રમામાં આવનારા ભાવિકોની સંખ્યામાં પણ ઘટાડો હોય જેની અસર લગભગ બધે જ પડી છે. ખાસ કરીને સારી રોજગારી મળશે તેવી આશામાં અહીં ધંધો કરવા માટે આવેલા નાના ધંધાર્થીઓ નિરાશ થયા છે. પરીક્રમા વહેલી કરી અને અપુરતી સુવિધાને કારણે યાત્રાળુઓ જતા રહ્યા હોય જેને કારણે રોજગારીનું ક્ષેત્ર પુરતુ ખિલી શકયું નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews