જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી ધો.૧ થી પનાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ

0

કોરોનાનાં સંક્રમણની સામે રાજયભરમાં છેલ્લા પોણા બે વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. તકેદારીનાં ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ ઓનલાઈન શિક્ષણને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થી – વાલીઓને કરવો પડયો છે. કયાંક મોબાઈલનો પ્રોબ્લેમ હોય, તો કયાંક નેટવર્ક ન મળતું હોય, તેવા ઘણા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. ર૦ર૧માં થોડીક રાહત મળતા શિક્ષણથી લઈ અન્ય કાર્યક્રમો પણ કોવિડની ગાઈડલાઈન અને સરકારશ્રીનાં નિયમ મુજબ તકેદારીનાં પગલા સાથે શરૂ કરવામાં આવ્યા હતા. લગભગ પોણા બે વર્ષ સુધી ધો.૧ થી પનાં બાળકો માટે અભ્યાસ પ્રત્યક્ષ રીતે બંધ રહયો હતો. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ રાજય સરકાર અને શિક્ષણ વિભાગે જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી ધો. ૧ થી પનાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાનાં આદેશ જારી કરવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ પ્રત્યક્ષ શિક્ષણ શાળાઓમાં શરૂ થયું છે. જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય દ્વારા વધુ વિગત આપતા જણાવેલ છે કે, કોરોનાની બીજી લહેરની સમાપ્તી બાદ રાજય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા આજથી ધો. ૧ થી પનું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય સહિત ૯ તાલુકાઓમાં સરકારી અને ખાનગી ધો. ૧ થી પની ૧૧૮૩ શાળાઓનાં ૯૭૯૪૦ વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણમાં જાેડાયા છે.  શાળાઓ ફરી ધમધમતી થતાં વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો અને શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશેષમાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે દરેક શાળાનાં જીલ્લાનાં તમામ ટીપીઈઓ, કેળવણી નિરક્ષકો, બીઆરસી, સીઆરસી અને જીલ્લા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સથી મીટીંગ કરી જણાવેલ કે શાળાએ આવતા દરેક વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીની કોરોના અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડીસ્ટન્સનો અમલ તેમજ માસ્ક ફરજીયાત પહેરવા તેમજ ૧૧.૩૦ સુધીમાં ઓનલાઈન હાજરી પુરાવાની રહેશે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં ૭પ૦થી વધુ આચાર્યોનો વેબીનાર યોજી વિદ્યાર્થીઓ અને અભ્યાસને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવશે. વિશેષમાં ગિર સોમનાથ જીલ્લામાં ધો. ૧ થી પમાં તાલાળા, વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર મળી કુલ ૬૯,૩પ૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!