ખંભાળિયા તાલુકામાં આવેલા મુખ્યમંત્રીને આવકારતા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા આવકારવામાં આવ્યા હતા. ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાં શિલાન્યાસ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હવાઈમાર્ગે આગમન થતાં તેમને આવકારવા આ વિસ્તારના આગેવાનો તથા અધિકારીઓ તથા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર પણ ખાસ જાેડાયા હતા. યુવા પ્રમુખ વનરાજસિંહ દ્વારા મુખ્યમંત્રીને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના કાર્યો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. યુવા મોરચાની આ જિલ્લામાં પ્રસંશનીય કામગીરીની નોંધ લઈ, મુખ્યમંત્રી દ્વારા યુવા ટીમને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!