કુકસવાડા મુકામે રામદેવપીર મંદિર હોલ ખાતે ગૌધન જાગૃતિ અભિયાન અને જળ જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં જળક્રાંતિ અને ગૌક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા, જામકા ગામના સરપંચ, આદિવાસી વિસ્તારમાં ગૌ કૃષિ ક્રાંતિ સર્જનાર રતનભગત ભેખડિયા, ગાય આધારિત પ્રોડક્ટકર્તા જીતેન્દ્રભાઈ જાેષી(દેલવાડા) ઉપરાંત આજુબાજુ વિસ્તારની ગૌશાળાના ગૌસેવકો, પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં મનસુખભાઈ સુવાગીયાએ ગાય આધારિત કૃષિ તરફ પહેલ કરવા યુવાનોને હાકલ કરી હતી. દિન પ્રતિદિન જમીન બિનઉપજાઉ બનતી જાય છે. વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથે સાથે દવાથી ઉગેલા અન્ન, શાકભાજી અને ફળોના આહારમાં ઉપયોગથી આજે મનુષ્ય અનેક રોગોનો ભોગ બની રહ્યો છે. આ સમસ્યામાંથી બહાર આવવા ગાય આધારીત કૃષિ તરફ વળવા માટે તેમણે જણાવ્યું હતું. સાથે સાથે આજે યુવાનોમાં દારૂ, સિગારેટ અને તંબાકુનું વ્યસન વધુ જાેવા મળે છે જેનાથી કેન્સર જેવા રોગોનો શિકાર યુવાધન બની રહ્યું છે. આ માટે તેમણે વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યો હતો. વધુમાં તેમણે જળક્રાંતિ અંતર્ગત વરસાદના વહી જતા પાણીને રોકી કુવામાં રિચાર્જ પધ્ધતિ તેમજ વિવેકપૂર્ણ પાણીના ઉપયોગ સંદર્ભે માર્ગદર્શન આપેલ હતું. કુદરતે સર્જેલ પ્રકૃતિની રક્ષા એ સૌ નાગરીકની ફરજ છે. પ્રકૃતિને નુકશાન થવાથી આજે આખી સિસ્ટમમાં ખલેલ પહોંચી છે આથી પ્રકૃતિએ આપેલ તેમને પાછું આપવાની પધ્ધતિને અનુસરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા સુચન કર્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત સૌ પ્રેરણા લઈ ગાય આધારિત કૃષિ તરફ વળે અને રાસાયણિક ખાતરો અને દવાઓ વગર કૃષિક્ષેત્રે એક નવી પહેલ કરે હતી. સાથે સાથે પ્રકૃતિ રક્ષા અને ગૌરક્ષા સાથે જાેડાયેલ લોકોને સહકાર આપેલ હતો. સમાજમાં રહેલી બદીઓને દુર કરી આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વળગી રહે અને વ્યસનમુક્ત શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય તેવી આજના સમાજ પાસે આશા રાખીએ છીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews