Wednesday, December 1

પ્રદેશ યુવા મોર્ચાનાં આમંત્રીત સભ્ય તરીેકે હીમાંશુ ગોરાણીયાની નિમણુંક

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની ભલામણથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જૂનાગઢ મહાનગરનાં યુવા કાર્યકર હિમાંશુભાઈ ગોરાણીયાની પ્રદેશ યુવા મોરચાના આમંત્રીત સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરમાં હર્ષોલ્લાસ સાથે હિમાંશુભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયા સહિત મહાનગરનાં હોદ્દેદારોએ શુભકામનાઓ પાઠવી હતી તેમ ભાજપા મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!