કેશવ ક્રેડીટ સોસાયટીનાં સંચાલક મંડળ દ્વારા સમાજ સમરસતાનાં સેવાયજ્ઞમાં કિન્નર સમાજને પણ સાથે જાેડવાનો વિચાર રજુ થયેલ જેને અમલમાં મુકવા માટે સોૈ પ્રથમ જૂનાગઢમાં તા.ર૦-૧૧-ર૦ર૧ને શનિવારનાં રોજ કિન્નર દિવસ હોય, જૂનાગઢનાં કિન્નર સમાજનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌપ્રથમ સોસાયટીનાં ચેરમેન છગનભાઈ પેથાણીએ સોસાયટીની વિવિધ સામાજીક પ્રવૃતિ વિષે માહિતી આપી હતી. ત્યારબાદ કિન્નર સમાજમાંથી ઉપસ્થિત ૧ર ગુરૂઓમાંથી ચાંદની માસીએ કયારેય કોઈ વ્યકિતઓ કે સંસ્થાઓ દ્વારા કિન્નર સમાજનું સન્માન કરેલ ન હોય પ્રથમ વખત જ કેશવ ક્રેડીટ દ્વારા અમારા સમાજનું સન્માન કરવા બદલ સંચાલક મંડળનો આભાર પ્રગટ કરેલ હતો અને કેશવ ક્રેડીટ જયારે પણ કહેશે ત્યારે સમગ્ર કિન્નર સમાજ સાથે રહેશે એવું વચન આપેલ હતું. સોસાયટીનાં સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચીયાએ વર્ષ ર૦૧૪-૧પમાં કિન્નર સમાજને સાથે જાેડવા માટે સોસાયટીનાં વાર્ષિક અહેવાલમાં જાહેરાત કરેલ તેની યાદી અપાવેલ તેમજ કિન્નર સમાજ તેની માંગવાની પ્રવૃતિમાં થોડો બદલવા કરે તો સમાજ પણ તેઓને વધારે માન સન્માન આપે. વિશેષમાં કિન્નર સમાજ પોતાનાં પગ ઉપર ઉભા થાય તે માટે કોઈ નાના-મોટો કામધંધો કરવા માટે લોન અને તાલીમની વ્યવસ્થા પણ કેશવ ક્રેડીટ કરશે તેવું ભાવભર્યું પ્રવચન આપેલ અને અંતમાં આ સમાજ પણ આપણા સમાજનો જ એક ભાગ છે જેને દરેક વ્યકિતઓએ પુરૂ માન સન્માન આપવું જાેઈએ. અંતમાં ઉપસ્થિત કિન્નર સમાજનાં ૧ર ગુરૂઓને સાડીની ભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે કિન્નર સમાજે આવા ભવ્ય સન્માન બદલ સોસાયટીનાં સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચીયાનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. આ સન્માન કાર્યક્રમ સોસાયટીનાં મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રભાઈ ભુત, જનરલ મેનેજર સમીરભાઈ જાેષી તથા ઓફીસર ઉપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વિનોદભાઈ બરોચીયાનાં માર્ગદર્શન હેઠળ કિન્નર સમાજનો સતત સંપર્ક કરીને સફળ બનાવવા પ્રયત્નો કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સંચાલક મંડળ અને જૂનાગઢ, જાેષીપુરા તથા ટીંબાવાડી શાખાની શાખા વિકાસ સમિતિનાં સભ્યો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews