Wednesday, December 1

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનું પૂ. સંતશ્રી મોરારીબાપુના હસ્તે થયેલ સન્માન

0

ભાવનગર શિશુવિહાર સંસ્થા માનવ જ્યોત ટ્રસ્ટ તેમજ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં ગુજરાતભરની જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના પ્રતિનિધિનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનું મોમેન્ટો, શાલ, પુસ્તિકા, ખેસ વગેરે આપી સન્માન કરેલ હતું. પૂ. મોરારી બાપુએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, સેવાધર્મ બહુ જ કઠિન છે અને આ સેવા કરતી સંસ્થાઓને હું વંદન કરૂ છું કે જે જે સંસ્થાઓએ પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે આ કઠિન ધર્મનો નિર્વાહ કર્યો છે તે સૌને હૃદય પૂર્વક વંદન કરૂ છું. આ સેવા સન્માનમાં મુંબઈના માનવ જ્યોત સંસ્થાના અધ્યક્ષ કુલીનભાઈ લુથીયા, પદ્મશ્રી પર્યાવરણ વૈજ્ઞાનિક ડો. એમ.એચ. મહેતાએ જણાવેલ કે, સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપેલ અને ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ પ્રજાના સ્વેૈચ્છિક પ્રયત્નોમાંથી ઉદ્દભવશે. આથી પ્રજા જાગૃત નહીં થાય અને ભોગવાદી જીવન ચર્ચા બદલશે નહીં ત્યાં સુધી સમાનતા શક્ય નથી. આ પ્રસંગે શિશુવિહાર સંસ્થાના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ દવે, નાનકભાઈ ભટ્ટ, પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર વગેરે ખાસ ઉપસ્થિત રહી આવેલ મહેમાનોનો આભાર માન્યો હતો અને આ કાર્યક્રમમાં કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેશી તથા જગતભાઈ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!