સોમનાથ આવતા યાત્રીકો અંધારાના લીધે પરેશાન

0

દેશના પ્રસિધ્ધ સોમનાથ મંદિરે પહોંચવાના શહેરના પ્રવેશદ્વાર સમા સોમનાથ બાયપાસ હાઇવે ઉપર તથા ચોકડી ઉપર હાઇમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પ્રર્વતેલ અંધારાના લીધે સોમનાથ આવતા પ્રવાસીઓ અને રાત્રીના સમયે સોમનાથ બાયપાસ હાઇવે ઉપરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. તેમ છતાં જવાબદાર નેશનલ હાઇવે ઓથોરીટીના તંત્રનું પેટનું પાણી હલતુ ન હોય તેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહયુ ન હોવાથી પ્રવાસીઓમાં રોષની લાગણી જન્મી છે.સોમનાથ બાયપાસ હાઇવે અને ચોકડી ઉપરની હાઈમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસોથી બંધ હોવાથી રાત્રીની સમયે યાત્રાધામ સોમનાથ આવતા યાત્રિકો અને વાહનચાલકો ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ચોકડી અને હાઇવે ઉપર પ્રવર્તેલ અંધારાના કારણે ઘણીવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે. સોમનાથ બાયપાસ ચોકડીના સર્કલ ઉપર ચારે બાજુથી વાહનો આવન-જાવન કરતા હોવાને કારણે રાત્રીના કારણે ઘણા વાહનચાલકો ગોથે ચડી જાય છે. ઘણી વખત લોકો જે સ્થળે જવા માંગતા હોય તેના કરતા ઘણા આગળ નિકળી જાય છે જેના લીધે પરત ફરવુ પડે છે. સોમનાથ બાયપાસ હાઇવે ઉપરથી સાસણ ગીર, દિવ તરફ જઇ શકાતુ હોવાથી અંધારાના કારણે લોકો રસ્તોે ભુલી જઇ બીજા રસ્તે ચડી જતા હેરાન થાય છે. આ નેશનલ હાઇવે ઉપરની હાઈમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટોની દેખરેખ અને જાળવણી રાખવાની જવાબદારી હાઇવે ઓથોરીટી અને તેના કોન્ટ્રાકટરની હોવા છતાં કયારેય નિયમિત નિરીક્ષણ થતુ ન હોવાનો સ્થાનીક લોકો જણાવી રહયા છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તોતીંગ ટોલટેક્ષ જેતપુર-સોમનાથ હાઇવે ઉપરના ટોલબુથ દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવે છે જેની સામે સુવિધા આપવામાં હાઇવે ઓથોરીટી તંત્ર ઉણું ઉતરતુ હોવાનો અનુભવ સ્થાનીક લોકો અને પ્રવાસીઓ કરી રહયા છે. સોમનાથ પહોંચવાના નેશનલ હાઇવે ઉપર વારંવાર પ્રર્વતતા અંધારા અંગે અનેકવાર લોકોએ રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર સંદતર નિષ્ફળ નિવડયુ હોય તેવો તાલ સર્જાયેલ જાેવા મળે છે. આ હાઇવે ઉપર હાઇવે ઓથો.ને જાણે ટોલ ઉઘરાવા પુરતો જ રસ હોય તેવો અનુભવ વાહનચાલકોને થઇ રહયો છે.

ટુંક સમયમાં સમસ્યા દૂર થઈ જશે

આ અંગે હાઇવે ઓથો.ના અધિકારી રાજીવ મલ્હોત્રાએ જણાવેલ કે, ટેકનીકલ કારણોસર હાઇમાસ્ટની લાઇટો અને સ્ટ્રીટલાઇટો ઘણી વખત બંધ થઇ જાય છે. જેની જાણ થાય ત્યાારે તુરંત જ ટેકનીકલ ટીમ મોકલી ફોલ્ટ રીપેર કરી ચાલુ કરવામાં આવે છે. આ હાઇવે ઉપરની હાઇમાસ્ટની લાઇટોનું અને સ્ટ્રીટલાઇટોનું વાયરીંગ જુનુ થઇ ગયુ હોવાથી વારંવાર ફોલ્ટ આવે છે. જેથી નવું વાયરીંગ અને લાઇટો ફીટ કરાવવા બાબતે ટેન્ડર પ્રક્રીયા ચાલી રહી હોય જે ટુંક સમયમાં પુર્ણ થયા પછી વારંવાર અંધારા છવાતા હોવાની સમસ્યા દુર થઇ જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!