વેરાવળના ખારવાવાડમાં ચાઇનીઝની લારી ચલાવતા ખારવા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

0

વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની રેકડી ચલાવતા યુવાન સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી કરી એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર પ્રસરી ગઇ છે. હત્યાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ નાસી છુટેલા હત્યારા આરોપી શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્પીટલમાં ખસેડાતા ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતાં.ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળ શહેરમાં ગઈકાલે સમી સાંજે થયેલ યુવાનની હત્યા અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ વિગતો અનુસાર સમી સાંજે આઠેક વાગ્યા આસપાસ ખારવાવાડ વિસ્તારમાં કોર્મશીયલ બિલ્ડીંગ પાસે ચાઇનીઝ ફુડની લારી ચલાવતા ખારવા જતીન વિઠલભાઇ બાંડીયા નામના ૨૫ વર્ષીય યુવાનની રેકડીએ એક શખ્સ આવી બોલાચાલી કરવા લાગેલ અને જાેત જાેતામાં અજાણ્યા શખ્સે જતીનના શરીરએ પેટ-છાતી ઉપર આડેધડ છરીના પાંચેક ઘા ઝીંકી દેતા જતીન બાંડીયા ઢળી પડયો હતો. એ સમયે આજુબાજુમાંથી લોકો દોડી આવતા હત્યા કરનાર શખ્સ ત્યાંથી નાસી છુટયો હતો. બાદમાં આસપાસના લોકો જતીન બાંડીયાને લઇ ખાનગી હોસ્પીટલએ લઇ જવા દોડી ગયેલ ત્યારે રસ્તામાં જ કરૂણ મૃત્યું થઇ જતા મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલએ ખસેડવામાં આવેલ હતો.આ હત્યાની જાણ થતા એએસપી ઓમપ્રકાશ જાટ, પીઆઇ ડી.ડી.પરમાર, પીએસઆઇ મુસાર સહિતનો સ્ટાફ સીવીલ હોસ્પીટલે દોડી ગયો હતો. જયાં મૃતકના પરીવારજનો પાસેથી વિગતો જાણી નાસી છુટેલા હત્યારા આરોપી શખ્સને ઝડપી પાડવા પોલીસની જુદી-જુદી ટીમોને દોડતી કરવામાં આવી હતી. શહેરમાં ખારવા યુવાનની થયેલ કરપીણ હત્યાની વાત વાયુવેગે પ્રસરી જતા ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં સીવીલ હોસ્પીટલે પહોંચી ગયા હતા. જયારે સીવીલએ પહોંચેલ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ કિરીટભાઇ ફોંફડી, તુલસીભાઇ ગોહેલ સહિતનાએ પોલીસ અધિકારીઓને રૂબરૂ મળી હત્યા કરનાર શખ્સને ત્વરીત ઝડપી લેવા માંગ કરી હતી. મૃતક જતીન બાંડીયાને બે માસુમ બાળકો હોય જેમણે પિતાની છત્રછાયા ગુમવાતા ખારવા સમાજમાં ગમગીની પ્રસરી ગઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!