જૂનાગઢ મનપા દ્વારા શહેર કક્ષાના વોર્ડ નં.૧,ર, ૩ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ તા.૩૧-૧ર-ર૧ ના રોજ મુરલીધર ફાર્મ, માર્કેટીંગ યાર્ડ, દોલતપરા, જૂનાગઢ ખાતે યોજાયો હતો. રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો બાબતે કુલ ર૬ સ્ટોલ કાર્યરત હતા. સરકારશ્રીના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધાર કાર્ડ નોંધણીમાં અમૃતમ કાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જુદી જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વીજળીકરણ, સ્વરોજગાર યોજના, ગુજરાત એસટી નિગમ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે. અને વ્યક્તિલક્ષી રજુઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો દ્વારા જુદા-જુદા વિભાગોની કુલ ર૮૦૩ અરજી કરવામાં આવેલ હતી. જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારા હેઠળ પ્રમાણપત્ર, આવકનો દાખલો, માં-કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews