ગુજરાતનો મહત્વનો જીલ્લો અને આ જીલ્લાની મહત્વની નગરી એટલે જૂનાગઢ શહેર છે. આ જૂનાગઢ શહેર પોતાની આગવી અને અનેરી વિશેષતાને કારણે આજે દેશભરમાં પ્રખ્યાત બની ગયેલ છે. દુર-દુરથી પ્રવાસીઓ આ શહેરને જાેવા આવે છે અને માણવા આવે છે. તો બીજી તરફ અનેક સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો જૂનાગઢને આંગણે યોજાય રહ્યા છે તે આ શહેરનું સોૈભાગ્ય છે. આવા આપણા જૂનાગઢ શહેરમાં આગામી તા.૯ જાન્યુઆરી રવિવારનાં રોજ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સંગીતનો મહાસંગ્રામ યોજવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહેશે. ગુજરાતનાં જાણીતા મોટીવેશનલ સ્પીકર તેમજ ટેલેન્ટફેસ્ટ સંસ્થાનાં એમડી જે.બી. આહીર અને તેમની ટીમ દ્વારા જૂનાગઢનાં આંગણે આવો કાર્યક્રમ યોજાવામાં આવી રહેલ છે. ગઈકાલે એક પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી જેમાં તારીખ ૯ જાન્યુઆરીના રોજ ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર તેમજ ટેલેન્ટફેસ્ટ સંસ્થાના એમડી જે.બી. આહીર દ્વારા જૂનાગઢ ખાતે કાળવાચોક ખાતે આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલમાં સિંગિંગ અને ડાન્સિંગની કોમ્પીટીશનનું આયોજન કરેલું છે. આ કોમ્પીટીશનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ સામાજિક આગેવાનો પધારવાના છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના જાદુગર તરીકે જાણીતા એક કલાકાર પણ પધારશે અને મનોરંજન પુરૂ પાડશે. વિશેષમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા અને પરફોર્મન્સ આપવા માટે ઇંસ્ટાગ્રામમાં telentfest નામના પેજમાં જઈ અને રજીસ્ટ્રેશન કરી શકશો તેમ જણાવેલ છે. વિશેષમાં જૂનાગઢનાં આંગણે યોજાય રહેલા આ કાર્યક્રમ અંતર્ગત મોટીવેશનલ સ્પીકર તેમજ ટેલેન્ટફેસ્ટ સંસ્થાનાં એમડી જે.બી. આહીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૬ વર્ષથી આ રીતનાં કાર્યક્રમો યોજી રહ્યા છે અને આ કાર્યક્રમો યોજવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કે, ઘણા બાળકો, વિદ્યાર્થીઓ કે અન્યને પોતાને પણ ખબર હોતી નથી કે તેનામાં શું શકિત પડેલી છે. આવા હિરલાઓની અંદર પડેલી શકિતઓને બહાર લાવવા અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થાએ ૬ વર્ષ પુરા કરેલ છે અને ૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ગુજરાતનાં મોટાભાગનાં જીલ્લા તેમજ મહત્વનાં શહેરોમાં પ૦૦થી વધારે કાર્યક્રમો તેમનાં દ્વારા યોજવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews