જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા લોકોને મદદ કરવા તથા સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના જાેશીપરા વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે મકાન ધરાવતા સિનિયર સીટીઝન વિરેન્દ્રકુમાર રણછોડભાઈ જાેશી(ઉ.વ.૭૭) કે જેઓ આઉટ સ્ટેટમાં પ્રાઇવેટ નોકરી કરી, નિવૃત થયેલા હોય, પોતાનું મકાન જાેશીપરા ખાતે આવેલ હોય, જેઓના પત્ની એક વર્ષ પહેલા મરણ ગયેલ હોય, પોતાનો પુત્ર રાજકોટ ખાતે રહેતો હોય, પોતે એકલા હોય અને હવે આગળ પાછળ કોઈ ના હોય અને પોતાનું જીવન રાજકોટ ખાતે પોતાના પુત્ર સાથે વિતાવતા હોય, તેઓએ આંખની ઓળખાણથી પોતાનું મકાન જયદીપ જીજ્ઞેશભાઈ જાેટાંગિયા વાળંદ અને તેના પત્ની દક્ષાબેનને ભાડે રહેવા આપેલ હતું. આ જયદીપભાઇ અને દક્ષાબેન વચ્ચે મનમેળ ના હોય અને માથાભારે હોય, અરજદાર સિનિયર સીટીઝન વિરેન્દ્રકુમાર જાેશીએ મકાન ખાલી કરવાનું કહેતા સિનિયર સીટીઝન વીરેન્દ્રભાઈને ધમકી આપી, મકાન ખાલી નહિ કરવા જણાવતા, સિનિયર સીટીઝન દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે સિનિયર સીટીઝન હોય, પોતાની જિંદગીની કમાણી સમાન મકાન પચાવી પાડવાના ડર બાબતે મદદ કરવા જણાવતા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ. રાઠોડ, સ્ટાફના હે.કો. ધાનીબેન, મુકેશભાઈ, પરેશભાઈ, વનરાજસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા જયદીપ જાેટાંગિયા અને દક્ષાબેનને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા અને જૂનાગઢ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી કરતા, જયદીપ જાેટાંગિયા અને દક્ષાબેન દ્વારા સિનિયર સિટીઝનને મકાનનો કબજાે સોંપી દેતા, સિનિયર સીટીઝન એકલા રહેતા હોય, પોતાના મકાનનો કબજાે મળી જતા, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. સિનિયર સીટીઝન દ્વારા પોતાનું મકાન પરત મળતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો અને જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના જીવન મરણ સમાન મૂડી રૂપ મકાન ખોવાનો વારો આવેલ હોત, તેવી ભાવના વ્યક્ત કરી, ભાવ વિભોર થયેલ હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા પોતાના જીવનમરણ સમાન મૂડી રૂપ મકાન સિનિયર સિટીઝનને પરત અપાવી, નવું વર્ષ સુધારી, નવા વર્ષના સમયમાં સિનિયર સિટીઝનના ઘરમાં મદદરૂપ દીવો કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews