કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના વધી રહેલા કેસોની અસર પર્યટન સ્થળોએ વર્તાવા લાગી છે. નાતાલ-થર્ટી ફર્સ્ટના મિની વેકેશનના સમયે પ્રવાસીઓથી ઉભરાતું સોમનાથ યાત્રાધામમાં આ વર્ષે આંશીક પ્રવાસીઓની ભીડભાડ જાેવા મળી રહી છે. તો યાત્રાધામના ગેસ્ટાહાઉસમાં પણ અન્ય રાજયના પ્રવાસીઓના ઘણા બુકીંગો રદ થયા છે તો આંતરરાજયની લોકોનું એવરેજ બુકીંગ હોવાનું જાણવા મળી રહેલ છે. તો બીજી તરફ સોમનાથ મંદિરમાં નાતાલના દિવસથી લઇ તા.૩૦ સુધીના છ દિવસમાં સવા લાખ જેટલા પ્રવાસીઓએ શીશ ઝુકાવવા આવ્યા હોવાનું નોંધાયુ છે. આ આંકડો દર વર્ષે નાતાલના મિની વેકેશનની સાપેક્ષમાં અડધો હોવાનું સ્થાનીક પર્યટન ઉદ્યોગ સાથે જાેડાયેલા લોકો જણાવી રહયા છે. જેની પાછળ કોરોનાના નવા વેરીયટના વધી રહેલા કેસો તેમજ સંઘ પ્રદેશ દિવમાં નાઇટ કર્ફયુ અમલમાં હોવાથી થર્ટી ફર્સ્ટની ઉજવણી ન થવાની હોવાનું અનુમાન વ્યકત કરી રહયું છે. દર વર્ષે નાતાલા-થર્ટી ફર્સ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ તરફ ફરવા આવતા હોય છે. યાત્રાધામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ સતત પ્રવાસીઓનો ટ્રાફીક યાત્રાધામમાં જાેવા મળે છે. દરમ્યાન ચાલુ વર્ષે નાતાલા પૂર્વેના દિવસોથી વધી રહેલા કોરોનાના નવા વેરીયન્ટ એમીક્રોનના વધી રહેલા કેસોની અસર યાત્રાધામમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઉપર વર્તાતી જાેવા મળી રહી છે. દર વર્ષની સામે ચાલુ વર્ષે અડધા પ્રવાસીઓ સોમનાથ આવી રહયાનું જણાય રહેલ છે. ગત વર્ષે કોરોનાની અસર વચ્ચે પણ ડીસેમ્બર ૨૦૨૦ મહિનામાં ૨,૮૧,૬૯૬ લોકોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જાે કે, ચાલુ વર્ષના નાતાલના વેકેશનના ટ્રાફીક અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટી જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરમાં તા.૨૫ ડીસેમ્બર નાતાલના દિવસથી પ્રવાસીઓનો ટ્રાફીક જાેવા મળી રહયો છે. તા.૨૫ થી ૩૦ સુધી છ દિવસમાં ૧,૨૩,૭૪૧ જેટલા પ્રવાસીઓએ સોમનાથ મંદિરે દર્શન કર્યા હોવાનું નોંધાયેલ છે. જયારે ટ્રસ્ટ હસ્તકના સાગર દર્શન, લીલાવંતી, માહેશ્વરી, ડોરમેટરી સહિતના રોકાવાના ગેસ્ટહાઉસોમાં સરેરાજ ૭૦ ટકા જેવું એડવાન્સ બુકીંગ તા.૫ સુધી થઇ ગયેલ છે. સોમનાથ મંદિરમાં દર્શનાર્થે જતા પ્રવાસીઓ પાસે સીકયુરીટી સ્ટાફ માસ્ક પહેરવા સહિતની કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવી પ્રવેશ આપે છે. જેથી પ્રવાસીઓ સરળતાથી દર્શન કરવાની સાથે વોક-વે સહિત આસપાસના સ્થળોએ ફરી રહયા છે. જેના લીધે હોટલ-ચા-પાણી-ગાંઠીયા, રમકડા, ડમરૂ, પૂજાસામાન વેંચતા વેપારીઓનો આશાજનક વેપાર ધમધમ્યો છે. આ વર્ષે નૂતનવર્ષ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે સોમનાથ મંદિરે માસિક શિવરાત્રી અને શનિવાર છે બીજા દિવસે રજાનો રવિવાર છે અને પછીના દિવસે શિવભક્તોનો પ્રિય સોમવાર છે. જેથી પ્રવાસીઓની ભીડ રહેશે. જયારે સોમનાથ સાંનિધ્યે હોટલનું સંચાલન કરતા પ્રકાશભાઇ ઉપાધ્યાય અને ર્નિમલભાઇ સામાણીએ એક વાતચીતમાં જણાવેલ કે, ચાલુ વર્ષે નાતાલાના મિની વેકેશનના શરૂઆતના દિવસો તા.૨૫ ડીસે.થી લઇ ૨૮ ડીસે. સુધી બુકીંગથી લઇ યાત્રાધામમાં સારો ટ્રાફીક જાેવા મળેલ હતો પરંતુ છેલ્લા બેએક દિવસથી ટ્રાફીકમાં ઘટાડો જાેવા મળી રહયો છે. થર્ટી ફર્સ્ટના નવા વર્ષના શરૂઆના બે-ચાર દિવસો સુધીનું અગાઉથી થયેલા બુકીંગો પૈકી ૨૦ ટકા જેવા રદ થઇ રહયા છે. જેની પાછળ કોરોના એમિક્રોનના વધી રહેલા કેસો એક કારણ હોઇ શકે છે. હાલ પણ યાત્રાધામમાં જાેવા મળતો પ્રવાસીઓના ટ્રાફીકમાં મોટાભાગનાં આંતરરાજયના લોકો છે. વધુમાં ચાલુ વર્ષે કોરોના હળતો હોવાથી શ્રાવણ માસ અને દિવાળીના વેકેશન સમયે સોમનાથમાં જે ટ્રાફીક જાેવા મળેલ હતો તેનો અડધો ટ્રાફીક જ અત્યારે જાેવા મળી રહયો છે. જાે કે, યાત્રીકો સલામત રીતે પ્રવાસ કરવાની સાથે રોકાણ કરી શકે તે માટે યાત્રાધામની તમામ હોટલોમાં કોવિડની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહયુ છે. તો સોમનાથ સાંનિધ્યે ટ્રાવેલ એજન્સી ચલાવતા નિલેશભાઇ મહેતાએ જણાવેલ કે, કોરોના અગાઉ યાત્રાધામ સોમનાથમાં નાતાલાથી લઇ નવા વર્ષના ચાર-પાંચ દિવસ સુધી સ્થાનીક સાથે બંગાળ, મહારાષ્ટ્ર, ઔરીસ્સા સહિતના રાજયોના પ્રવાસીઓનો સારો એવો ટ્રાફીક રહેતો હતો. એ સમયે પ્રવાસીઓ સોમનાથથી આસપાસના સાસણ-દિવ જેવા સ્થળોએ એક-બે દિવસ સુધી ફરવા જવા માટે અગાઉથી જ એડવાન્સ બુકીંગો કરાવી આવતા હોવાથી ટાંણે ટેકસીઓ પણ માંડ માંડ મળતી હતી. જેની સામે ચાલુ વર્ષે અડધો જ ટ્રાફીક જાેવા મળી રહયો છે. તેમાં પણ મહતમ સ્થાનીક પ્રવાસીઓનો ટ્રાફીક જ છે. અન્ય રાજયોના પ્રવાસીઓનો ટ્રાફીક માંડ ૧૦ થી ૨૦ ટકા જ છે. જેના લીધે આ વર્ષે મોટાભાગના ટેકસી ચાલકોને માંડ માંડ ભાડા મળી રહયા છે. જેની પાછળ છેલ્લા થોડા દિવસોથી દેશ-વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોના લીધે ફેલાતો ભય હોઇ શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews