યુવાનોમાં જાેમ-જુસ્સો અને સાહસ જગાડનારી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજાશે

0

૨ જાન્યુઆરી ૨૦૨૨ના પ્રથમ રવિવારની વહેલી સવારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ અંગે મળતી વિગત મુજબ ૩૬ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨ જાન્યુઆરી ૨૦૨૨ના યોજાશે. ભવનાથ સ્થિત મંગલનાથ આશ્રમ પાસેથી વહેલી સવારે ૬ઃ૪૫ વાગ્યે મંત્રી દેવાભાઇ માલમ ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. દરમ્યાન બપોરના ૧૨ વાગ્યે ઇનામ વિતરણ સમારોહ યોજાશે. આ તકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાેષી, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કલેકટર રચિત રાજ, કમિશ્નર રાજેશ તન્ના, ડીડીઓ મિરાંત પરીખ વગેરેની ઉપસ્થિતી રહેશે. દરમ્યાન અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઇઓમાં કાનજી ભાલીયાનો ૨૦૦૨નો ૫૫.૩૩ મિનીટનો રેકોર્ડ છે. જ્યારે બહેનોમાં ગાયત્રી ભેંસાણીયાનો ૨૦૦૮ નો ૩૪.૧૪ મિનીટનો રેકોર્ડ છે. ત્યારે હવે આ રેકોર્ડ તૂટે છે કે નહિ તે જાેવું રહ્યું.

રીતે સ્પર્ધકો ભાગ લેશે

કુલ ૧૦૫૮ સ્પર્ધકો ભાગ લેશે. આમાં સિનીયર ભાઇઓ ૪૦૦, જૂનિયર ભાઇઓ ૩૩૦ છે. જ્યારે બહેનોમાં સિનીયર બહેનો ૧૪૮ અને જૂનીયર બહેનો ૧૮૦ છે. ભાઇઓમાં સિનીયરની સ્પર્ધા સવારે ૭ વાગ્યે શરૂ થશે જ્યારે જૂનીયરની સ્પર્ધા ૭ઃ૨૦ વાગ્યે શરૂ થશે. બહેનોમાં સિનીયરની સ્પર્ધા સવારે ૯ વાગ્યે અને જૂનીયરની ૯ઃ૦૫ વાગ્યે યોજાશે. ભાઇઓ માટે અંબાજી સુધીના ૫,૫૦૦ પગથિયા છે અને બહેનો માટે માળી પરબ સુધીના ૨,૨૦૦ પગથિયાની સ્પર્ધા છે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરાએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!