જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. દરમ્યાન શુક્રવારે જૂનાગઢમાં કોરોનાના ખતરનાક વેરિયેન્ટ ઓમિક્રોનની પણ એન્ટ્રી થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ આ દર્દીની સિવીલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, નૈરોબીથી આવેલા ૪૩ વર્ષિય યુવકને એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટીવ આવ્યો હતો. બાદમાં તેને જૂનાગઢ સિવીલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ દર્દી ૨૬ ડિસેમ્બરે સિવીલમાં દાખલ થયા હતા જેનો એજ દિવસે રિપોર્ટ કરી ગાંધીનગર જીબીઆરસી(ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર)ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બાદમાં ૩૧ ડિસેમ્બરે વર્ષના અંતિમ દિવસે ગાંધીનગરથી આ દર્દીનો રિપોર્ટ ઓમિક્રોનનો આવ્યો છે. દરમ્યાન જૂનાગઢમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે ત્યારે તમામ સાવચેતી રખાઇ રહી છે. જાેકે, હાલ આ દર્દીની સ્થિતી પણ સામાન્ય છે માટે ચિંતાની કોઇ બાબત નથી. દર્દી દાખલ થયા ત્યારે પણ તકલીફ ન હતી અને શુક્રવારે ઓમિક્રોનનો રિપોર્ટ આવ્યો છે ત્યારે પણ સ્થિતી સારી છે. હાલ તબીબી સ્ટાફ દ્વારા ઓમિક્રોનના દર્દીની પૂરતી દેખરેખ અને સાર સંભાળ રાખવામાં આવી રહી છે. દરમ્યાન હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત થઇ જવાની જરૂર છે. કોરોનાની ગાઇડ લાઇનનો ઉલાળીયો સંક્રમણનો ખતરો વધારી શકે છે. ત્યારે કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવા માસ્ક પહેરવું જરૂરી છે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી છે, બહુ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું બને ત્યાં સુધી ટાળવું જાેઇએ. બજારમાં જાવ ત્યારે હાથને સેનેટાઇઝ કરવા જાેઇએ જેથી સંક્રમણનો શિકાર થતા અટકી શકીએ.
સોરઠ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીનીને કોરોના
વંથલી રોડ,વાડલા ફાટક સ્થિત સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો છે. ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત બની છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે સ્કૂલને ૬ દિવસ માટે બંધ કરી દેવાઇ છે. સાથે આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ છે અને કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી સાવચેતી રાખવા પણ માર્ગદર્શન અપાયું છે તેમ આર.એસ. ઉપાધ્યાય, ડીઇઓએ જણાવ્યું હતું.
હજુ એકનો રિપોર્ટ આવવાનો બાકી
સિવીલમાં કુલ ૨ દર્દી કોરોના પોઝિટીવ દાખલ થયા હતા એમાંથી ૧નો રિપોર્ટ ઓમિક્રોનનો આવ્યો છે, જ્યારે હજુ એકનો રિપોર્ટ પેન્ડીંગ છે. જે ઓમિક્રોનનો દર્દી સામે આવ્યો છે તેના પહેલાનો આ દર્દી દાખલ છે. ત્યારે હજુ સુધી રિપોર્ટ આવ્યો ન હોય કોરોના નેગેટિવ પણ હોઇ શકે છે. રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે. અમે તેનો એક વખત આરટીપીસીઆર કરાવ્યો છે. હજુ પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. ૨૪ કલાકમાં બે વખત આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવશે તો તેને રજા આપી દેવાશે.
ડેલ્ટા જેવો જાેખમી નથી પરંતુ સાવચેતી જરૂરી
હાલ કોરોનાનો નવો વેરિયેન્ટ ઓમિક્રોનથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.ત્યારે સાવચેતી જરૂરી છે, ગભરાહટ નહિ. કારણ કે, ઓમિક્રોન અગાઉના ડેલ્ટા જેવો જાેખમી નથી. ડેલ્ટામાં મોતનું જાેમખ વધું હતું અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી, ઓક્સિજનની સમસ્યા થતી. ત્યારે ઓમિક્રોનમાં આવી સ્થિતી સર્જાતી નથી માટે બહુ ચિંતા જેવું નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews