ખંભાળિયાના કારીગર યુવાને વિકસાવી બેટરીવાળી ઈ-સાઈકલ

0

વર્તમાન સમયમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે હાલ બેટરીથી ચાલતી ઈ-બાઈક, સ્કૂટર ઉપરાંત આગામી સમયમાં મોટરકાર પણ વીજળી સંચાલિત બેટરીથી બજારમાં પ્રાપ્ય બની રહે તે માટે સરકાર તથા ઔદ્યોગિક એકમો દ્વારા મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયામાં રહેતા એક કારીગર યુવાન દ્વારા પોતાની કોઠાસૂઝ વડે બેટરીથી ચાલતી ઈ-સાયકલ તૈયાર કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે, આ સાયકલમાં પણ સેન્સર, ડીસબ્રેક, લાઇટ તથા સ્પીડોમીટરની સુવિધાઓ તેમણે મૂકી છે. ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના અજાભાઈ રતાભાઇ ભરવાડ નામના યુવાન કે જેનો મુખ્ય વ્યવસાય અહીંની સરકારી કચેરીમાં વાહનચાલક તરીકેનો છે, તેમના દ્વારા ફરજ પછીના સમયમાં સાયકલ અંગેની કામગીરી બાદ વિકસેલા શોખમાં તેમણે બેટરીની મદદથી ચાલતી સાયકલ બનાવવાના પ્રયોગની કામગીરી હાથ ધરી હતી. નોકરી ઉપરથી પરત ફર્યા બાદ તેમણે પોતાના ઘરે સાયકલમાં જરૂરી ફેરફાર તથા સુધારા-વધારા કરાવી અને ૨૪ વોલ્ટની બે બેટરીનું ખાસ બોક્સ બનાવી, આ સાયકલમાં ફીટ કરી હતી. જેનું કનેક્શન તેમણે ટાયર તથા અન્ય ટેકનિકલ રીતે અમલમાં મૂકી અને આ સાયકલ બેટરીની મારફતે દોડે તેવી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કારીગર જીવ એવા અજાભાઈ ભરવાડ દ્વારા તેમના જ્ઞાન તથા કોઠાસૂઝની મદદથી બીજી સાયકલમાં વધુ કેટલાક ફેરફારો તથા સુધારા વધારા કરી, આ સાયકલમાં ડીસબ્રેક, બંને લાઈટો, સ્પીડોમીટર, ઉપરાંત સેન્સર પણ કાર્યરત કરી દીધા હતા. બેટરીની મદદથી ચાલતી આ સાયકલ ફૂલ ચાર્જ બેટરીમાં ૨૫ કિલોમીટર સુધીની મહત્તમ સ્પીડથી ૨૦ કિલોમીટર સુધી દોડી શકે છે. આટલું જ નહીં આ સાયકલ ડબલ સવારી પણ ચાલી શકે છે. આ સાયકલ બેટરી અને પેન્ડલથી પણ ચાલી શકે છે. આશરે ૨૫ કિલો જેટલું વજન ધરાવતી આ સાયકલ એસેમ્બલ બનાવવા માટે તેમણે એકાદ સપ્તાહથી વધુ સમય ગાળાની જહેમત આશરે પંદરેક હજાર જેટલો ખર્ચ કર્યો છે. મહત્ત્વની બાબત તો એ છે કે, સાઈકલમાં શોર્ટસર્કિટ ના થાય તે માટે એન.સી.બી. સર્કિટ પણ લગાવવામાં આવી છે. બેટરી વળે દોડતી આ સાયકલને જાેઈ, સરકારી અધિકારીઓ પણ પ્રભાવિત થયા છે અને તેમની આ આવડતને બિરદાવી પ્રોત્સાહિત કર્યા છે. દંપતી તથા બે સંતાનો સાથે રહેતા અજાભાઈ ભરવાડના પત્ની હાથ બનાવટની પારંપરિક ચીજ વસ્તુઓ બનાવી અને પોતાના પતિને સહાયભૂત બને છે. હાલના સમયમાં લોકો ઈ-બાઈક સાથે હવે બેટરીથી ચાલતી ઈ-સાયકલ પણ વાપરતા થશે તેવું ચિત્ર જાેવા મળી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!