માંગરોળના ખ્યાતનામ ક્રિકેટર કલીમ શેખનું હાર્ટ એટેકથી મોત

0

માંગરોળના હોનહાર ક્રિકેટર અને રાજવી પરીવારના કલીમ શેખ(બાપુસાહબ)નું હાર્ટ એટેકથી મોત થતા શહેરમાં ગમગીની છવાઇ ગઇ છે. માંગરોળના નવાબી કાળના શાહી ટાવર ગ્રાઉન્ડ ખાતે એક ટૂર્નામેન્ટમાં કલીમ શેખ ઉર્ફે બાપુ સાહબ ક્રિકેટ રમી રહ્યા હતા એ દરમ્યાન હૃદયમાં એટેક આવતા ઢળી પડ્યા હતા. તાત્કાલિક અસરથી પ્રથમ માંગરોળ સરકારી હોસ્પીટલ અને વધુ સારવાર માટે શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મોતથી રાજવી પરીવાર સહિત માંગરોળ શહેરમાં ગમગીની છવાઇ ગઇ હતી. કલીમ શેખે ક્રિકેટ જગતમાં માંગરોળ સહિત સૌરાષ્ટ્રમાં પ્રસિધ્ધ મેળવી હતી. દરરોજ રાણીબાગ ખાતે હિન્દુ મુસ્લિમ બાળકોને ક્રિકેટની તાલીમ પણ આપતા હતા. કલીમ શેખ સારા ક્રિકેટર સાથે સાથે એક ઉમદા વ્યક્તિ પણ હતા. બાળપણથી જ તેઓ બાળકોને ક્રિકેટ કોચિંગ કરાવતા હતા. ત્યારે તેમના કાકા અને સૌરાષ્ટ્ર ટીમના પૂર્વ કપ્તાન રહેલા રણજી ટ્રોફી પ્લેયર પ્રિન્સ ઝાહિદમિયા બાપુ સાથે રાણીબાગ પેલેસમાં ક્રિકેટના પાઠ શિખવતા હતા. આખું જીવન ક્રિકેટ પ્રત્યે સમર્પિત કરનાર કલીમ શેખની અંતિમ ઘડી પણ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ પૂરી થઈ ગઈ હતી. માંગરોળના ખ્યાતનામ વકિલ કાનાભાઈ ચાવડા કલીમ બાપુ વિષે પોતાના સ્મરણો યાદ કરી જણાવ્યું હતું કે, કલીમ બાપુ મારા સમવયસ્ક અને સહાધ્યાયી હતા. લગભગ ૧૯૮૨-૮૩માં શાળા વતી પોરબંદર હીલ શીલ્ડ રમવા ગયેલા હતા. ત્યારે તેઓ પણ સાથે હતા ત્યારે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સલીમ દુરાની પણ પોરબંદર મેચ સમયે ઉપસ્થિત હતા. તેઓ મેચ દરમ્યાન કલીમ બાપુની બોલીંગ પરફોર્મન્સ જાેઈ ખુબ જ પ્રભાવિત થયેલા હતા અને મેચ પૂર્ણ થયા બાદ કલીમ બાપુને મળવા બોલાવ્યા હતા. ત્યારે માંગરોળના આવા જ હોનહાર ખેલાડી મેધજી હોદ્દાર પણ અમારી સાથે હતા. કલીમ બાપુને ઓળખતા નાના મોટા તમામ તેમના મિત્રો હતા. કલીમ બાપુ “અજાત સત્રુ” હતા તેમનો સાલસ સ્વભાવ આજે પણ યાદ આવે છે. તેમના અવસાનના સમાચાર અંદરથી હચમચાવી ગયા હતા. તેમની વિદાયથી એક ઉમદા મિત્ર ગુમાવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!