રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમી અંતર્ગત ચાલતી નવયુગ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળકોના સર્વાંગી વિકાસને સાર્થક કરવા દરેક શનીવારે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તારીખ ૧-૧-૨૨ને શનીવારના રોજ બાળકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ, કરૂણા અને સંવેદનાનો ગુણ કેળવાય અને અબોલ પશુ પક્ષીઓ માટે સેવાભાવ જન્મે તે હેતુથી માંગરોળ સ્થિત સંજીવની નેચર ફાઉન્ડેશનના સહયોગથી પક્ષીઓના માળાઓના નિર્માણ કાર્યની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજીવની નેચર ફાઉન્ડેશનના ફાઉન્ડર નરેશભાઈ ગોસ્વામી તેમજ નિલેષભાઈ રાજપરાએ ઉપસ્થિત રહીને બાળકોને વિવિધ પ્રકારના પક્ષીઘર બનાવતા શીખવ્યું હતું અને જેનું મટીરીયલ્સ પણ સાથે લાવ્યા હતા. આ પ્રસંગે તેઓએ અબોલ પશુ-પક્ષીઓની સેવા, સંભાળ, સારવાર કેવી રીતે કરવી તે અંગેની જાણકારી આપી બાળકોને જાગૃત કર્યા હતા. સંજીવની નેચર ફાઉન્ડેશનમાં હાલ ૨૫૦થી પણ વધુ સભ્યો આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જાેડાયેલા છે. આવી પ્રવૃત્તિઓની સરાહના કરતા રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમીના ટ્રસ્ટી હરીન્દ્રભાઈ, મનોજભાઇ, અશોકભાઈ તેમજ પ્રિન્સિપાલ સુનિલભાઈ કાચાએ સંજીવની નેચર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ગુરૂજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews