મજેવડી દરવાજા પાસેથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઝડપાયો

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીની સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજામાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝનના પીઆઈ એન.આઈ. રાઠોડ, પીએસઆઈ આર.એચ. બાંટવા, પીએસઆઈ પી.એચ. મશરૂ, વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઈ ખાનાણી, વિપુલભાઈ રાઠોડ, પરેશભાઈ હુણ, મુકેશભાઈ મકવાણા, ભુપતભાઈ ધુળા, રઘુવીરભાઈ વાળા, સિધ્ધીબેન વાઘેલા, વિમલભાઈ ભાયાણી વગેરે સ્ટાફે બાતમીનાં આધારે જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર છપ્પન ભોગ રેસ્ટોરન્ટ આગળ જાહેરમાં મોટર સાયકલની ઉઠાંતરી કરનાર નિતીન ધનજી પરમારને પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી મજેવડી દરવાજા પાસેથી ચોરાઉ મોટર સાયકલ નં. જીજે-૧૧-એનએન-૦૮૩૩ કિંમત રૂા. ૩૦ હજાર સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!