જૂનાગઢ પોલીસની મદદ મળતાં બેંક કર્મચારીને કિંમતી મોબાઈલનાં બિલની રકમ પરત મળી

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ હતી. હાલના સાંપ્રત સમયમાં લોભ લાલચમાં આવી, રૂપિયા ગુમાવવાના ઘણા બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જુનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ કમિશનના લોભમાં રાજુભાઈ (નામ બદલાવેલ છે) નામના યુવાન ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા અને નામાંકિત બેંકમાં નોકરી કરતા યુવાન રાજુભાઈ કે જેઓને બેંકમાં કામ માટે અવાર નવાર આવતા કસ્ટમર સાથે આંખની ઓળખાણ થયેલ અને ઓન લાઇન મોબાઈલ મંગાવવાથી પોતાને રૂા. ૧૦૦૦ થી રૂા. ૧૫૦૦ જેટલું કમિશન મળતું હોય, રાજુભાઈને કસ્ટમર દ્વારા વિનંતી કરતા, બેન્ક કર્મચારી રાજુભાઇ દ્વારા મોંઘી કિંમતનો રૂા. ૧,૨૫,૦૦૦નો મોબાઈલ ખરીદ કરાવી દીધેલ હતો. મોબાઈલ ખરીદ કરાવી દીધા બાદ કસ્ટમર એવા યુવાને બેંકમાં આવવાનું બંધ કરી દેતા, બેન્ક કર્મચારી રાજુભાઇ દ્વારા વારંવાર ઉઘરાણી કરતા મોબાઈલ પણ પરત આપેલ નહીં અને રૂપિયા પણ આપવામાં આવેલ ન હતા. છેલ્લે કસ્ટમર યુવાને બેંકના કર્મચારી રાજુભાઈને ફોન ઉપર ધમકી આપી, તારે જ્યા જવું હોય ત્યાં જા, તને મોબાઈલ કે રૂપિયા કાંઈ આપવાનું નથી, તેવું જણાવી, હાથ ઊંચા કરી દીધા હતા. બેંકના નાના કર્મચારીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અને ધમકી મળતા, રૂા. ૧,૨૫,૦૦૦ ગુમાવવાનો વારો આવતા, તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, ગળગળા થઈને સમગ્ર હકીકત જણાવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપી, જાણ કરવામાં આવતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નિલેશભાઈ, આઝાદસિંહ, નારણભાઈ, ઇન્દ્રસિંહ, સહિતની ટીમ દ્વારા બેંકમાં આવતા કસ્ટમર માથાભારે યુવાનને બોલાવી, મોબાઈલ ફોનનું રેકોર્ડિંગ સંભળાવી, પોલીસની ભાષામાં સાનમાં સમજાવી દેતા, માથાભારે બેંકનો કસ્ટમર સીધોદોર થઈ ગયેલ હતો અને પોતે રૂા. ૧,૨૫,૦૦૦ દેવા તૈયાર હોય, ઉભા ઉભા ચેક પણ બેંકના કર્મચારી રાજુભાઈને આપી દીધો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેર ખાતે બેન્ક કર્મચારીને મદદ કરી, માથાભારે કસ્ટમર યુવાન પાસેથી મોબાઈલ ફોનના બીલની માતબર રકમ પરત અપાવતા નામાંકિત બેંકના કર્મચારી ભાવ વિભોર થઇ ગયેલ હતા. બેન્ક કર્મચારી રાજુભાઇ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. પોલીસ દ્વારા ભવિષ્યમાં ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!