ખંભાળિયા નજીક નિર્માણ પામેલા ભવ્ય એવા કામઈ ધામ ખાતે શનિવારે અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતીમાં મહા આરતી તથા સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા સ્થાનિક લોકો હોંશભેર જાેડાયા હતા. ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર ખજુરીયા તથા પીપળીયા ગામ પાસે ૩૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા પૂજ્ય કામઈ માતાજીના મંદિર ખાતે આશરે ૨૧ હજાર જેટલા વૃક્ષોના વનનું નિર્માણ આસ્થા સાથે ધર્મપ્રેમી લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. આ સ્થળે શનિવારે સમરસ, સમર્પણ અને વંદનાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે પૂજન બાદ સાંજે છડી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. અહીં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રસંગે વિવિધ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો દ્વારા સન્માન તથા આ મંદિર યોગદાન માટે જેનું ઐતિહાસીક મહત્વ જણાવાયું છે, તે વારસાખીયા પરિવારના લોકોને પણ જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. કામઈ ધામ ખાતે શનિવારે સાંજે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧ હજાર દીવડાઓ સાથે બાળાઓ, મહિલાઓ તથા ભૂદેવો દ્વારા કરવામાં આવેલી માતાજીની સ્તુતિ વિશ્વવિક્રમરૂપ બની રહી હતી. જેના દર્શનનો લ્હાવો લઇ, લોકો અભિભૂત થયા હતા. આ સાથે આ સ્થળે રાત્રે યોજવામાં આવેલા લોક ડાયરામાં કામઈ ધામ ખાતે વિશ્વ વિખ્યાત કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, જીગ્નેશભાઈ બારોટ, સહિતના કલાકારો તથા સાજીંદાઓ દ્વારા આ લોકડાયરામાં ભજન, ધૂન તથા કલાની રમઝટ બોલાવવામાં આવી હતી.
વારસાખીયા પરિવારના વડીલની રક્તતુલા કરાઈ
ઐતિહાસિક એવા આ ધર્મસ્થળ માટે અગાઉના માતાજી પ્રત્યે સમર્પણ દાખવી બલિદાન આપનારા તે દલિત પરિવારના વારસાખીયા કુટુંબના સભ્યોના સન્માનની સાથે રક્તતુલા કરવામાં આવી હતી. આ સન્માનથી પ્રભાવિત થયેલા વારસાખીયા પરિવારજનોએ આયોજક રામભાઈ નાથાભાઈ ગઢવી તથા મયુરભાઈ રામભાઇ ગઢવીનું પણ જાહેર સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
દીપમાળાનો વિશ્વ રેકોર્ડ સર્જાયો
આ પ્રસંગમાં દીપમાળા સાથે બહેનો-બાળાઓ ૧૧,૧૧૧ દિવડાઓ દ્વારા માથા ઉપર તથા હાથ ઉપર દિવડાઓ રાખીને કરવામાં આવેલી નૃત્ય વંદનાએ અનોખો વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. અહીં યોજવામાં આવેલી અદભૂત છડી યાત્રામાં માતાજીની આસ્થા તથા પૂજનમાં અનેક લોકોએ જાણે માતાજીનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી તેવું ચિત્ર જાેવા મળ્યું હતું. આ આયોજનને નિહાળવા માટે મુંબઈ-ભિવંડીથી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અઢારે વર્ણના લોકો જાેડાયા
આ ભવ્ય ધર્મોત્સવમાં ખંભાળિયા શહેર ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી તમામ જ્ઞાતિના લોકો સ્વૈચ્છિક રીતે અને હોંશભેર જાેડાયા હતા. અહીં જુદા જુદા ૧૮ જેટલા ટેબ્લોમાં ધર્મોત્સવની ઝાંખી થઈ હતી. સમગ્ર મંદિર પરિસરમાં કરવામાં આવેલી ભવ્ય રોશની પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
સમગ્ર કાર્યક્રમ કોઈપણ પ્રકારના ફાળા કે અનુદાન વગર યોજાયો
આ આયોજન માટે માતાજીની આજ્ઞા અનુસાર મોટી રકમના ખર્ચ સાથે યોજાયેલા આ સમગ્ર કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારનો લોકફાળો લેવામાં આવ્યો ન હતો અને આ સમગ્ર રકમનો ખર્ચ આયોજકો દ્વારા ભોગવવામાં આવ્યો હતો.
આ આયોજનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, ગૌતમભાઈ ઠકરાર, ગૌતમભાઈ, પ્રદિપભાઇ ખીમાણી, બીનાબેન આચાર્ય, ધારાસભ્યો હકુભા જાડેજા, કાંધલભાઈ જાડેજા, પબુભા માણેક, આર.સી. ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ, શંભુનાથ ટુંડિયા, મુળુભાઈ બેરા ચિમનભાઇ સાપરીયા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનભાઈ વાજા, લાલજીભાઈ સોલંકી, મેઘજીભાઈ ચાવડા, મનહરભાઈ ઝાલા, ચંદ્રેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી, આયોજનને અનેરી શોભા વધારી, સફળતા અપાવી હતી. જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના સમગ્ર ધાર્મીક કાર્યક્રમો માટે અહીંના આગેવાન મયુરભાઈ રામભાઈ ગઢવીના વડપણ હેઠળ કામઈ ધામ સેવા સંસ્થા તેમજ સમસ્ત ચારણ/ગઢવી સમાજના આગેવાનો-કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સાધુ-સંતો કાર્યકરો, તથા ધર્મપ્રેમી જનતા જાેડાયા હતા.
આયોજકો દ્વારા જાહેર આભાર વ્યક્ત કરાયો
આ ભવ્ય ઋણ વંદના કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિવિધ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, રાજકીય નેતાઓ સહિત સૌકોઈ નામી-અનામી વ્યક્તિઓનો આયોજક પરિવારના રામભાઈ ગઢવી તથા મયુરભાઈ ગઢવી દ્વારા જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews