જૂનાગઢ પોલીસ હેડકવાર્ટર ખાતે જીમનેશિયમની સુવિધા શરૂ કરાઈ

0

સામાન્ય રીતે પોલીસ ઉપર કામનું ભારણ વધારે હોવાથી પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર રહેતા હોય, જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ પોતાના સ્વાસ્થ્ય બાબતે ગંભીર બને અને રોજબરોજ વ્યાયામ અને કસરત કરી, બોડીની ફિટનેસ જાળવી શકે એ હેતુથી જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે એક જીમનેશિયમ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસના જવાનો તથા પોલીસ અધિકારીઓના સ્વાસ્થ્યની દરકાર કરી, જૂનાગઢ પોલીસના જવાનો ચુસ્ત અને સ્ફૂર્તિમાં રહે તેમજ દરરોજ કસરત કરી, પોતાનું બોડી ફિટ રાખે તે હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે કોમ્યુનિટી હોલના ઉપરના માળે લોક ભાગીદારીથી એક આધુનિક જીમનેશિયમના સાધનોથી સજજ એક જિમ બનાવવામાં આવેલ છે. આ જીમનેશિયમ બનાવવામાં હેડ કવાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોર, પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, આરએસઆઈ પિયુષ જાેશી સહિતના પોલોસ અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવી, આધુનિક કસરતના સાધનોથી સજજ જીમનેશિયમ બનાવવામાં આવેલ છે. શહેરમાં આધુનિક જીમનેશિયમ ખાતે ઘણી વખત પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ જઈ ના શકે, તેવા સમયમાં માત્ર નોમીનલ ફી ભરી, આ જીમનેશિયમ ખાતે પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો સવાર સાંજ કસરત કરી, પોતાનું બોડી ફિટ રાખી શકે એ હેતુથી આ જીમનેશિયમ બનાવવામાં આવેલ છે. ટૂંક સમયમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધી શકાય તે હેતુ માટે જૂનાગઢ વાસીઓને પણ આ જિમ નો લાભ મળે, તેવું આયોજન પણ થનાર છે. જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા આ જીમનેશિયમનું અગ્રગણ્ય લોક ભાગીદારી આપનાર ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લુ મુકવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ અપનાવી, જૂનાગઢ પોલીસના જવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરી, તૈયાર કરવામાં આવેલ નવા આધુનિક જીમનેશિયમની કામગીરીની સરાહના કરી, અગ્રગણ્ય લોક ભાગીદારી આપનાર ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓનો આભાર વ્યક્ત કરી, વધુમાં વધુ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ તેમજ ભવિષ્યમાં જૂનાગઢવાસીઓ દ્વારા દ્વારા લાભ લેવા હિમાયત કરી હતી. આ જીમનેશિયમ બનાવવામાં જહેમત ઉઠાવનાર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા તથા કમાન્ડો કુલદીપ નેગી તેમજ સ્ટાફને અભિનંદન પણ આપ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!