મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો. સુભાષ આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત વિભાગોનું નિરીક્ષણ કર્યું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢમાં ડો. સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. જૂનાગઢમાં ડો. સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જયાં મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી  દર્દીઓની આરોગ્ય સેવાઓ અર્થે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ પૂર્વ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય  જવાહરભાઇ ચાવડાએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ હોસ્પિટલમાં સુવિધા તેમજ નિઃશુલ્ક સારવાર અંગે ઉપલબ્ધ કરાવેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણી જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!