સૌરાષ્ટ્રની આતિથ્ય ભવોની પરંપરા કાયમને માટે રહેલી છે ત્યારે ડો. સુભાષ એકેડમી શૈક્ષણિક સંસ્થાનાં વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર. પાટીલ જયારે ડો. સુભાષ એકેડમી પરીવારનાં મોંઘેરા મહેમાન બન્યા છે ત્યારે આ મહાનુભાવોનું અદકેરૂ અને શાનથી સન્માન કરવામાં આવેલ હતું. ડો. સુભાષ એકેડમી પરીવારનાં વડા જવાહરભાઈ ચાવડા અને પરીવાર તેમજ સુભાષ એકેડમી શૈક્ષણિક સંસ્થા પરીવાર દ્વારા ઉમળાકાભેર મોંઘેરા મહેમાનને આવકારવામાં આવેલ હતાં.સૌરાષ્ટ્રનાં પ્રથમ પંકિતનાં કેળવણીકાર પેથલજીભાઈ ચાવડા પૂ. બાપુજી નિર્મિત ડો. સુભાષ એકેડમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનાં ૪પમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે લોકસેવા ઉત્સવની આજે ભારે ઉત્સાહમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતિમાં આજે લોકાર્પણનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે. ડો. સુભાષ આયુર્વેદીક એન્ડ જનરલ હોસ્પીટલનું અદ્યતન બિલ્ડીંગ અને અટલ આરોગ્ય રથનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો, રાજકીય મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીગણ વગેરે ઉપસ્થિત રહયા હતાં. આજે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહાનુભાવોનું પણ અદકેરૂ સન્માન કરવામાં આવેલ હતું. જવાહરભાઈ ચાવડા અને ડો. સુભાષ એકેડમી પરીવારનાં આંગણે આજે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડા દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ મહત્વનું યોગદાન આપેલ છે. ત્યારે શિક્ષણની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે આજથી લોકાર્પણ થઈ રહયું છે. ડો. સુભાષ આયુર્વેદીક એન્ડ જનરલ હોસ્પીટલનું અદ્યતન બિલ્ડીંગ અને અટલ આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યલક્ષી સેવા ખુબ જ શ્રેષ્ઠ પ્રમાણમાં આ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews