૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૮૯૫ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૨૮ મીનીટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂત પ્રિયંકાએ મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ ૫૭.૨૫ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ૪૦.૫૩ મીનીટના સમય સાથે પાટણની વિધાર્થીની પારૂલ વાળાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલીતકુમાર નિશાદ ૫૯.૨૩ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. પવિત્ર ગિરનારની ભૂમિમાં ગઈકાલે સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૌ સંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમ, મેયર ધીરૂભાઈ ગોહેલ, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી,નાયબ કમિશ્નર લીખીયા, શૈલેષભાઈ દવે, ગીતાબેન પરમાર, પ્રદીપભાઈ ખીમાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો ૯ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માળીયાહાટીના મિતલબેન ગુજરાતી, તૃતીય ક્રમે વેરાવળના નિશાબેન બામણીયા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ચિત્રાસરના સોમતભાઈ ભાલીયા, તૃતીય ક્રમે જૂનાગઢના અમિતભાઈ રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા, તૃતીય ક્રમે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરગઢડાના દીપકભાઈ ડાભી અને તૃતીય ક્રમે સુત્રાપાડાના ચેતનભાઈ મેર રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ભાવનાબેન, ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, ગૌરવભાઈ રૂપારેલીયા મનોજભાઈ જાેશી, ગૌરવભાઇ, નાયબ કમિશનર લિખિયા, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને પ્રદિપભાઇ ખીમાણીએ તમામ વિજેતા અને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કર્યુ હતું. સ્પર્ધા દરમ્યાન મેડીકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews