ખંભાળિયામાં કામઈ ધામ ખાતે રક્તદાન કેમ્પમાં મોટી માત્રામાં રક્ત એકત્ર થયું

0

ખંભાળિયા નજીક આવેલા જાણીતા ધર્મસ્થળ કામઈ ધામ ખાતે તાજેતરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઋણ વંદનાના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે યોજાયેલા રક્તદાન કેમ્પના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ હોંશભેર રક્તદાન કર્યું હતું. જેમાં આશરે છસો પચાસ બોટલ જેટલું રક્ત સાંપડ્યું હતું. જે માટે અહીંની સિવિલ હોસ્પિટલ તથા જામનગરની જી.જી. હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. આ તમામ બોટલોને બંને બ્લડ બેંક ખાતે મોકલવામાં આવી હતી. આ સ્થળે તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. મહત્ત્વની બાબત તો એ છે કે, આ મહારક્તદાન કેમ્પમાં ગઢવી ચારણ સમાજના બહેનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા દરેક વ્યક્તિઓનો આયોજક પરિવારના મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!