વિસાવદરનાં જાંબુડા ગામે ગૌશાળાનાં લાભાર્થે લોકડાયરો યોજાયો

0

વિસાવદર તાલુકાના જાંબુડા ગામ ખાતે મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ ગૌશાળા જાંબુડા દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન તા. ર જાન્યુ. રવિવારનાં રોજ થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખવાતની વિશેષ ઉપસ્થિતએ ખાસ આકર્ષણ જગાવ્યું હતું. રાજ શેખાવતનું સંપૂર્ણ ક્ષત્રિય માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોવાનું મહાદેવ ગૌશાળાના યુવા પ્રમુખ સુનિલભાઈ રાઠોડે જણાવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો રાજ શેખાવત, વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, ૧૦૦૮ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ-ભારતી આશ્રમ, પૂ. સૂર્યપ્રકાશ સ્વામીજી અને સર્વે સંતો,નવનિયુક્ત જિલ્લા સદસ્ય કરશન ભાઈ વાડોદરીયા, જયરાજભાઈ રૂપાવટી, નવનિયુક્ત સરપંચ બાબુભાઇ ગજેરા, રાજેન્દ્રસિંહ રાઠોડ, સુરેશભાઈ રાઠોડ, દાનભાઈ વાળા, રામભાઈ ગજેરા, જયદીપસિંહ જાડેજા કેશોદ તથા હાસ્યકલાકાર મનસુખભાઈ વસોયા, પરેશદાન ગઢવી વગેરે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય  કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર પરેશદાન ગઢવી, મનસુખભાઇ વસોયા, કરિશ્માબેન દેશાની, મીરબેન આહીર, શ્રુતિબેન પટેલ, મિલનભાઈ તલાવીયા, વિમલભાઈ પ્રજાપતિ વગેરેએ ભજનો, છંદો, લોકગીતો અને લોક સાહિત્યની રસલ્હાણી પીરસી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારનાં પાંચ હજારથી વધારે લોકોએ ઉપસ્થિત રહયા હતાં. કલાકારોની કદર અને ગૌ માતા માટે પોતાની ફરજ સમજી દાનની સરવાણીનો દોર સતત ચાલુ રાખતા નોટોનો વરસાદ અવિરત ચાલુ રહયો હતો. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સુરતના જાણીતા મોટીવેશનલ સ્પીકર લલિત બલદાણીયા અને ભાવેશભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ વિઠ્ઠલભાઇ રાઠોડ, સુરેશભાઈ રાઠોડ, રામભાઈ ગજેરા, દાનભાઈ વાળા, ભાવેશભાઈ ટાંક, કોરાટ પરિવાર અને સમગ્ર જાંબુડા ગ્રામજનોના નાગરિક દ્વારા ગૌરક્ષા અને ગૌસેવા માટે કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!