રોટરી કલબ અને વેરાવળ-પાટણ નગરપાલીકા દ્વારા વેરાવળ ચોપાટીએ બાળકો માટે શેરી રમતોત્સવ યોજાયો

0

નારગોલ, રસાખેંચ, ગલી ડંડા જેવી શેરી રમતો પુર્નઃ ધમધમતી થઇ બાળકોમાં સ્થાન મળે તે હેતુસર રોટરી કલબ અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા દ્વારા ચોપાટી ખાતે શેરી રમત્સોવનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઇ જુદી જુદી શેરી રમતો રમેલ જયારે તેમની સાથે આવેલ વાલીગણોએ પણ શેરી રમતોનો આનંદ લઇ પોતાના બાળપણના રમતના દિવસો તાજા કર્યા હતા. આ રમત્સોવમાં શેરી રમત રમવા એકત્ર થયેલ બાળકો ઉપરથી આયોજન સફળ રહયુ હતુ. વર્તમાન સમયમાં બાળકો ભણતરના ભાર સાથે મોબાઇલના રવાડે ચડી રહયા હોવાથી શેરી રમતોથી વિમુખ થઇ રહયા છે. જેના કારણે કયાંકને કયાંક બાળકોના શારીરીક વિકાસમાં પણ તેની આડકતરી અસરો જાેવા મળે છે. જેમ કે નાની ઉંમરમાં જ ચશ્માં આવી જવા, ચડીયાપણુ જાેવા મળે છે. એવા સમયે તાજેતરમાં રોટરી કલબ તથા વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકા દ્વારા સંયુકત રીતે ચોપાટી ખાતે શેરી રમત્સોવનું આયોજન કર્યુ હતુ. જેમાં ડાન્સ, કુંડાળા, નારગોલ, રસાખેંચ, લખોટી, ગલી ડંડા, નમસ્તે મહારાજ, અક્કલ ભુલ્યો, કોથળા રેસ, લીંબુ ચમચી, વલય દંડ, ટાયર રેસ , સ્લો સાઈકલિંગ, પાચિકા જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવી હતી. વેરાવળ શહેરમાં દરીયા કિનારે ચોપાટીના ગ્રાઉન્ડમાં યોજાયેલ રમોત્સવમાં નાના બાળકોથી લઇ તેમના વાલીગણ મળી અંદાજે ચારેક હજાર લોકો શેરી રમતો રમવા ઉત્સાહભેર આવ્યા હતા. ચારેક કલાક સુધી ડીજેના તાલે બાળકોએ શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો. આ રમત્સોવના પ્રોજેકટનું આયોજન રોટરી પ્રમુખ અનિલકુમાર સિંગ, પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ચેરમેન બાદલ હુંબલની સંયુકત ટીમે કરેલ અને પાલીકાના ઉપપ્રમુખ કપીલ મહેતા, ટોપ એફ.એમ.ના આરજે જયરાજ સહિતના મિત્રોએ બાળકોને જુદી જુદી રમતો રમી અને રમાડી હતી. આ રમત્સોવ અંગે નગરપતિ પીયુષ ફોફંડી અને રોટરી કલબના ગિરીશ ઠક્કરએ જણાવેલ કે, વર્તમાન સમયમાં વર્ચ્યુુઅલ શિક્ષણ સહિત અનેક કારણોસર બાળકોમાં મોબાઇલનો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહયો છે. જેની આડઅસરો બાળકોના જીવનમાં પણ જાેવા મળે છે. આના કારણે બાળકો આપણી પરંપરાગત રમતોથી વિમુખ થવાની સાથે ભુલી રહયાનો માહોલ સર્વત્ર જાેવા મળી રહેલ છે. ત્યારે આપણી પરંપરાગત શેરી રમતોથી નવી પેઢીના બાળકો અવગત કરાવવાની સાથે શેરી રમતો રમતા થાય તે હેતુસર રમત્સોવનું આયોજન કરાયેલ હતુ. વર્તમાન સમયમાં ફીટ રહેવા માટે પણ કયાંકને કયાંક પરંપરાગત રમતો જરૂરી હોવાથી તેને ફરી પુર્નઃ જીવિત કરી મેદાન-શેરીઓમાં ફરી બાળકો શેરી રમતો રમતા થાય તે માટે આ માધ્યમથી એક પ્રયત્ન કરવામાં આવેલ હતો.આ રમત્સોવમાં શેરી રમતો રમેલ બાળક મીત પરડવાએ જણાવેલ કે, અમોને અહીં રમતો રમવાની ખુબ મજા આવી છે. અહીં રમાડવામાં આવેલ અનેક રમતો અમારા માટે નવી હોવા છતાં તે રમવાની મજા આવી છે. કેમ કે અમો (બાળકો) મોટાભાગે શેરી રમતો રમવાનું ભુલી ગયા છે કે અમોનો મોટાભાગની શેરી રમતોની જાણકારી ન હતી. પરંતુ આ રમત્સોવના આયોજન થકી નવી રમતો જાણવા મળી છે સાથો સાથ શેરી રમતો રમવાની મજા પણ અલગ હોવાનો અનુભવ થયો છે. ત્યારે હું અન્ય બાળકોને એટલુ જ કહીશ કે મોબાઇલમાં ટાઇમ પસાર કરવા કરતા શેરી રમતો રમવી જાેઇએ. કેમ કે, શેરી રમતો રમવાની કોઇ આડઅસર થતી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!