બિલખા પોલીસ સ્ટેશન તાબાનાં ઉમરાળા ગામે બે વર્ષ પહેલા થયેલી હત્યાનાં બનાવ અંગેનો ચુકાદો આવી જતા આ બનાવમાં સંડોવાયેલા આરોપીને નામદાર અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ જારી કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, બીપીનભાઈ રાઠોડ દ્વારા બીલખા તાબાના ઉમરાળા ગામની સીમમાં જસાભાઈ ગોરના ખેતરની વાડ કાપવાનું કામ ઉધડુ રાખવામાં આવેલ અને ભૂપતભાઈ ભીખાભાઈ રાઠોડ અને બીપીનભાઈ કાળુભાઈ રાઠોડ દ્વારા રપ મે ર૦૧૯થી વાડ કાપવાનું કામ કરતા હતા અને બંને વચ્ચે અવાર-નવાર બોલાચાલી થતી હતી. આ દરમ્યાન ર૬ મે ર૦૧૯નાં રોજ બપોર બાદ આ બાબતે મનદુઃખ બોલાચાલી થતા આ કામનાં આરોપી ભૂપતભાઈએ બીપીનભાઈને કુહાડાનો એક ઘા ગરદન ઉપર મારી દેતા, ઇજા કરી, મૃત્યું થતા, ફરિયાદી કાળુભાઇ બીજલભાઈ રાઠોડ દ્વારા બીલખા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ વિરૂદ્ધ મરણજનાર બીપીનભાઈ રાઠોડની હત્યા કરવા બાબતે ફરીયાદ દાખલ કરાવેલ હતી. બિલખા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુન્હો નોંધાતા, આ ગુન્હાની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બીલખા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા હાથ ધરી, ગણતરીના કલાકોમાં આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ(ઉ.વ.૫૮) રહે.બીલખા જી.જૂનાગઢની ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરી, પુરાવાઓ એકત્રિત કરી, નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું. બીલખા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા ઝીણવટભરી તપાસના અંતે કરવામાં આવેલ ચાર્જશીટ આધારે જૂનાગઢ કોર્ટમાં નામદાર ડિસ્ટ્રીકટ જજ રિઝવાના બુખારીની કોર્ટમાં કેસ ચાલી જતા, સરકારી વકીલ જયકીશન દેવાણીની ધારદાર દલીલો અને પુરાવાઓ આધારે આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ(ઉ.વ.૫૮) રહે.બીલખા જી.જૂનાગઢને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews