સોશ્યલ મીડિયાની સગીરનાં માનસ ઉપર થતી અસરનો ગંભીર કિસ્સો, વાલીઓ સજાગ બને જૂનાગઢ પોલીસની સમજાવટ બાદ ૧ર વર્ષનાં સગીરે પોતાની ભૂલ સ્વીકારી : બિભત્સ મેસેજ નહી મોકલવાની આપી ખાત્રી

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તેમજ મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ She Team દ્વારા મહિલાઓને મદદ કરવા તથા સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલના સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગના કારણે નાની ઉમરના બાળકો ઉપર પડતી વિપરીત અસરના બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગના કારણે ટીન એજર ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે. જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં સંયુક્ત કુટુંબમાં રહેતી સંસ્કારી મહિલા રાધાબેન(નામ બદલાવેલ છે)ના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી અજાણ્યા માણસ દ્વારા વોટ્‌સએપ ઉપર ખરાબ મેસેજ અને ફોન કોલ કરવાનું ચાલુ થયું હતું. મહિલા દ્વારા પ્રતિસાદ નહીં આપતા, મહિલા વાત કે મેસેજ નહીં કરે તો, તેની નાની દીકરી ઉપર અસર થવાની પણ શક્યતા હોવાનું જણાવતા, સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલા રાધા દ્વારા પોતાના પતિને જાણ કરી, બંને પતિ-પત્ની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, ગભરાયેલા સ્થિતિમાં સમગ્ર હકકીત જણાવેલ હતી. આવા કિસ્સામાં આબરૂદાર મહિલાઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોવાના ઘણા કિસ્સાઓ બનતા હોય, બાબતની ગંભીરતા આધારે કોઈપણ અરજી ફરિયાદ કાગળની કાર્યવાહીમાં પડયા સિવાય પીડિત આબરૂદાર મહિલા રાધાને મદદ કરવાના હેતુથી, તાત્કાલિક ટેક્નિકલ સેલ આધારે માહિતી મેળવી,  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, પો.સબ ઈન્સ. એ.કે. પરમાર, સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, માલદેભાઈ, પ્રવીણભાઈ, She Teamના પો.કો. સંજયભાઈ, મહિલા પોલીસ કર્મી ગીતાબેન, જ્યોત્સનાબેન, શાંતિબેન સહિતની ટીમ દ્વારા મહિલાને મદદ કરી, સોશ્યલ મીડિયા દ્વારા મહિલાને પજવણી કરનારને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, She Team અને ડી સ્ટાફના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, યુવક સગીર હોય અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હોય, ગણતરીના કલાકોમાં ટીન એજર યુવક પોતાના કુટુંબીજનો સાથે અને વકીલ મિત્ર સાથે જૂનાગઢ પોલીસ સમક્ષ રજુ થઈ અને ભૂલનો સ્વીકાર કરી, ભવિષ્યમાં આ મહિલાને તો નહીં પણ કોઈપણ સ્ત્રીને મેસેજ કે ફોન નહીં કરવાની વાત કરતા, મહિલા અને તેના કુટુંબીજનોએ પણ હાશકારો અનુભવેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, પો.સબ ઈન્સ. એ.કે. પરમાર, સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, She Teamના પો.કો. સંજયભાઈ, મહિલા પોલીસ કર્મી ગીતાબેન, જ્યોત્સનાબેન, શાંતિબેન સહિતની પોલીસ ટીમ દ્વારા કુટુંબીજનોની હાજરીમાં ટીન એજર યુવકને ભવિષ્યમાં ભણવામાં ધ્યાન આપવા, સોશ્યલ મીડિયાનો ગેરઉપયોગ બંધ કરવા સલાહ આપી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ટીન એજર યુવકના કુટુંબીજનો તથા વકીલને પણ સોશ્યલ મીડિયા દ્વારા બાળક કોઈ ગુન્હો કરી ના બેસે તે બાબતે પોતાના સંતાનનું ધ્યાન રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસની જીરી ટીમ દ્વારા મહિલાને મદદ કરવા વગર કાગળ તાત્કાલિક સહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી, જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મહિલાને પજવતા ટીન એજરને શોધી કાઢેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા ટીન એજર દ્વારા ભૂલ સ્વીકારેલ હોય, યુવકના અભ્યાસને ધ્યાનમાં રાખી, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. આજના આધુનિક સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગનો નાની ઉંમરના તરૂણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે ? તે બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે લાલબત્તી સમાન સાબિત થયેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા મહિલાને મદદ કરી, તેને પજાવતા યુવકને શોધી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!