જૂનાગઢ શહેરમાં મોતીબાગ ગેઈટ નં.રની સામે આવેલા ૭-સીઝ નામનાં કોમ્પ્લેક્ષમાં દુકાન નં. પ/૬માંથી કોઈ ડિલેવરી બોયએ ૩૭ જેટલા મોબાઈલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોરબંદર નવા એરપોર્ટની સામે રહેતા અમરદિપસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.વ.૩૪)એ ઈકાર્ટ હબ સેન્ટર જૂનાગઢ ખાતે ડિલેવરી બોય તરીકે નોકરી કરતા ૪પ ડિલેવરી બોય પૈકી કોઈપણ ડિલેવરી બોયએ ચોરી કરી હોવાની શંકા કરી છે અને તપાસમાં જે ખુલે તેની સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩૦-૧૦-ર૦ર૧થી તા. ૧ર-૧ર-ર૦ર૧નાં સમયગાળા દરમ્યાન મોતીબાગ ગેઈટ નં.રની સામે આવેલ ૭-સીઝ નામનાં કોમ્પ્લેક્ષમાં દુકાન નં.પ/૬માં આવેલ ફલીપકાર્ટ ઓનલાઈન ખરીદી કંપનીનાં ઈકાર્ટ હબ સેન્ટર ખાતે ફલીપકાર્ટમાંથી અલગ અલગ ગ્રાહકોએ અલગ અલગ મોબાઈલ ફોન નંગ-૩૭ જેની કુલ કિંમત રૂા. ૪,૭૯,ર૩૦ની થાય તે મંગાવેલ હોય જે અમદાવાદથી જૂનાગઢ હબ સેન્ટર ખાતે આવેલ હોય, જે મોબાઈલ ફોન ૩૭ નંગ જૂનાગઢનાં હબ સેન્ટર ખાતે શોર્ટીંગ સમયે ઈકાર્ટ કંપનીમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરતા ૪પ ડીલેવરી બોયમાંથી કોઈપણ ડીલેવરી બોયએ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે પીએસઆઈ જે.આર. વાજા વધુ તપાસ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews