દુનિયાભરમાં ઓમિક્રોનનો ફફડાટ જાેવા મળી રહ્યો છે, અને દુનિયાભરના અનેક દેશોમાં કોરોના કેસોની સુનામી આવી રહી છે. ઓમિક્રોનમાં સામાન્ય શરદી જેવાં લક્ષણો જાેવા મળે છે, જેમ કે માથું દુઃખવું, ગળામાં ખરાશ, નાક વહેવું, થાક લાગવો અને સતત છીંક આવવી. આ લક્ષણોને કારણે લોકો એમ સમજે છે કે તેઓને સામાન્ય શરદી થઈ હશે. પણ બુધવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતાં કહ્યું છે કે, ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી અને તેને હળવાશમાં લેવી ન જાેઈએ. અમેરિકાના ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન એનાલિસિસ સેન્ટરના અનુસાર ઓમિક્રોન વેરિયન્ટના ચાર સૌથી સામાન્ય લક્ષણ કફ, થાક, લોહી જામી જવું અને વહેતું નાક છે. આ ઉપરાંત યુકેની ઝો કોવિડ એપે દ્વારા સ્ટડી કર્યા બાદ આ લક્ષણોમાં ઉબકાં આવવા અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા, અમેરિકા અને ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા અનેક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધારે સંક્રમિત વેરિયન્ટને કારણે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને તેમાં સામાન્ય લક્ષણો જાેવા મળે છે અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ પડતી નથી. WHOની એપિડેમોલોજીસ્ટ ડો. મારિયા વેન કેરખોવેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અમુક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોનના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જાેખમ ઓછું રહે છે, આ વચ્ચે તેનાથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ છે અને ઓમિક્રોનને કારણે મોતને પણ ભેટી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનને કારણે ૧૪ મોત નિપજ્યા છે, જ્યારે અમેરિકા અને સાઉથ કોરિયામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અને મોટાભાગે જે લોકોએ વેક્સિન લીધી ન હોય તેમના જ મોત નિપજ્યા છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામિનાથને ટિ્વટર પર જણાવ્યું છે કે, ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી, આરોગ્ય સિસ્ટમમાં ડૂબી શકે છે. મોટી સંખ્યામાં દર્દીઓના ટેસ્ટ અને દેખરેખ કરવી ખુબ જ જરૂરી છે. કેમ કે કેસોમાં ઉછાળો અચાનક અને વિશાળ હોઈ શકે છે. આ ઉપરાંત કેરખોવે જણાવ્યું કે, આપણે રસી આપીને સંક્રમણને ઘટાડીને, જીવ બચાવી શકીએ છીએ. આ વચ્ચે ઉૐર્ંએ મંગળવારે કહ્યું હતું કે, હાલના સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન ઉપરના શ્વસન માર્ગને પ્રભાવિત કરે છે, અને તેને કારણે ડેલ્ટા વેરિયન્ટ કરતાં સામાન્ય લક્ષણો જાેવા મળે છે. WHOના ઈન્સિડન્ટ મેનેજર અબ્દી મહમુદે જણાવ્યું કે વધારેમાં વધારે અભ્યાસમાં અમે જાેઈ રહ્યા છે કે જ્યારે અન્ય વેરિયન્ટ કે જેમાં ગંભીર ન્યૂમોનિયા થાય છે તેના કરતાંઓમિક્રોન શરીરના ઉપરના ભાગને જ સંક્રમિત કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews