જૂનાગઢમાં મયારામ  આશ્રમ ખાતે બાળકોને  ૬૦ સેટી-પલંગનું વિતરણ કરાયું

0

જૂનાગઢના ગિરનાર રોડ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમના બાળકો માટે ૬૦ સેટી-પલંગનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનુ ઉદઘાટન સીરીષભાઇ પંચમિયાના હસ્તે કરવામાં આવેલ હતું જે સેટી-પલંગના દાતા છે. કેશવભાઈ પાનસુરીયા સુરત, શ્રી સત્યમ સેવા યુવક મંડળ, શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, ર્નિમળાબેન વજુભાઈ ઘકાણ, મનિષભાઈ લોઢીયા, પ્રકાશભાઇ મહેતા, રજનીભાઇ શાહ, શાંતાબેન બેસ, રમણીકભાઈ રાંણીગા, ગો.વા. પાર્વતીબેન કાનજીભાઇ, જીજ્ઞાશાબેન દ્વારા બક્ષિશ આપવામાં આવેલ હતી. દામજીભાઈ પરમાર વગેરે દાતાઓના સહકારથી આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અમુદાનભાઇ ગઢવી, અશ્વિનભાઇ પંચમિયા, બટુકબાપુ, નાગભાઇ વાળા, વજુભાઈ ઘકાણ, રજનીભાઈ શાહ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, પ્રવિણભાઇ જાેષી વગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મયારામદાસ આશ્રમના ટ્રસ્ટી ગૃહપતિ વિનુભાઈ ત્રિવેદી, હરસુખભાઇ ત્રિવેદી, મનસુખભાઈ વાજા, કાંતીભાઇ મહેતા, અલ્પેશભાઈ પરમાર, પ્રવિણભાઈ જાેશી વિગેરે દ્વારા જહેમત ઉઠાવાય હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!