બેંકીંગ સેવાથી વંચિત લોકોને બેંકીંગ સેવાઓ પુરી પાડી તેમની બચતની પ્રવૃતિને ઉત્તેજન આપવા માટે સને ૧૯૭૨માં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી.ની સ્થાપના કરવામાં આવેલ હતી. બેંકે અવિરત પ્રગતિ, સ્થિરતા અને સલામતીની પરંપરા નિભાવી તેની યશસ્વિ કામગીરીના ૫૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બેંકની ગોલ્ડન જયુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદોને ભેટ કુંપન વિતરણ કરવાનો એક કાર્યક્રમ બેંકની વહીવટી ઓફીસ ખાતે બેંકના પ્રતિષ્ઠીત સભાસદોની હાજરીમાં યોજવામાં આવેલ હતો. બેંક તરફથી તા.૩૧-૩-૨૦૨૧ના રોજ બેંકનું સભ્યપદ ધરાવતા તમામ સભાસદોને રૂા.૨૫૦/ કિંમતનું ભેટ કુપન આપવામાં આવશે. જે માટે બેંક ગૃહ ઉપયોગી ચીજ વસ્તુના વેપારીઓ સાથે વાટાઘાટો કરી, કીચનવેર, હેન્ડલુમની નામાંકિત કંપનીઓની પ્રોડકટ ઉપર મહતમ ડીસ્કાઉન્ટ આપતા વિવિધ શહેરોના ૧૯ વેપારીઓની નિમણુંક કરેલ છે. જે પૈકી કોઈપણ પાસે ભેટ કુપન રજુ કરી સભાસદો તેમની મનગમતી વસ્તુ, એમ.આર.પી. ઉપર નકકી કરેલ ડીસ્કાઉન્ટ ઉપરાંત ભેટ કુપનની રકમ બાદ મેળવી ખરીદ કરી શકશે. બેંક મેનેજમેન્ટ દ્વારા સર્વે સભાસદોને તેમની હોમ બ્રાન્ચમાંથી કામકાજના દિવસો દરમ્યાન બપોરે ૩ થી ૬ સુધીમાં પોતાનું ભેટ કુપન મેળવી લેવા વિનંતી કરેલ છે. સભાસદો તરફથી બેંકની આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહેલ છે. બેંક ૧૧ શાખાઓ, ૨૬૦૦૦થી વધુ સભાસદો અને ૧ લાખથી વધુ ગ્રાહકોનો વિશાળ પરિવાર ધરાવે છે. બેંકે રૂા.૧ હજાર કરોડના બીઝનેસનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેંકના રીઝર્વ રૂા.૭૦ કરોડને આંબ્યા છે. બેંકના ચેરમેન નવીનભાઈ એચ. શાહ, મેનેજિંગ ડીરેકટર ડો. કુમુદચંદુ એ. ફીચડીયા તથા જાેઈન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન એ. શાહ દ્વારા જણાવવામાં આવેલ કે, બેંકની પાંચ દાયકા દરમ્યાન થયેલ પ્રગતિ અને વિકાસનો ખરો યશ બેંકના સભાસદો, ગ્રાહકો તથા શુભેચ્છકોના સાથ અને સહકારને આભારી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews