જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગના માઉન્ટેન શાખામાં ફરજ બજાવતા કુંદન નામના અશ્વનું મોત

0

જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગમાં માઉન્ટેન શાખામાં કુલ ૨૨ અશ્વો ફરજ બજાવે છે, ગઈકાલે માઉન્ટેન શાખામાં રહેલ કુંદન એટલે કે મારવાડી જાતના આ અશ્વને કોલિક નામની બીમારી થઈ જતા તેને જૂનાગઢ કૃષિ યુનિ.માં આવેલા પશુપાલન દવાખાના ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે સારવાર દરમ્યાન કુંદન નામના અશ્વનું મોત નિપજતા માઉન્ટેન શાખાના પોલીસ વિભાગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. આ કુંદન નામનાં અશ્વને ૨૦૧૧માં જૂનાગઢ માઉન્ટેન શાખામાં ખરીદ કરવામાં આવ્યો હતો. કુંદનની ઉંમર ૧૬ વર્ષ આસપાસ હોવાનું અહીંના પી.એસ.આઇ વસાવાએ જણાવ્યું હતું. અશ્વ કુંદનને કોલિક નામની બીમારી થઈ હતી, કોલિક નામની બીમારી એટલે કહેવામાં આવે છે કે, તેનું લાદ અને પેશાબ બંધ થઈ જતું હોય છે, ત્યારે જવલ્લે જ આ બીમારીમાંથી અશ્વો બચી શકતા હોય છે. ત્યારે આ બીમારીથી જૂનાગઢ માઉન્ટેન શાખાના ૧૬ વર્ષીય કુંદન મારવાડી જાતિના અશ્વનું મોત થયું છે. કુંદન અશ્વનું મોત નિપજતા પોલીસ વિભાગના માઉન્ટેન શાખાની પાછળ આવેલી જગ્યામાં જ કુંદન અશ્વની અંતિમવિધિ કરવામાં આવી હતી.  ખાસ કરીને પોલીસ જવાનો જ્યારે અવસાન પામતા હોય છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય છે, સાથે સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પશુઓને પણ ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ત્યારે માઉન્ટેન શાખામાં આ અશ્વને ગાર્ડ ઓફ ઓનર અપાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!