કેશોદમાં ચીટર ટોળકી દ્વારા વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી

0

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં જાહેર પબ્લિક ફરીયાદ નિવારણ વિભાગનાં અધ્યક્ષ વી.ટી. સીડાની એક યાદી જણાવે છે કે, ગઈકાલે અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવી અને કેશોદમાં ચીટર ટોળકી દ્વારા વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી લાખોનું કરી નાખેલ છે ત્યારે જવાબદારો સામે તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે, કેશોદમાં બહારની ચીટર ટોળકી દ્વારા ડ્રીમ ટ્રીઝર (ડીટી) નામની એપ્લીકેશન ખોલીને અનેક લોકોને આર્થિક રકમ એકની ડબલ થશે ના બહાને શીશામાં ઉતારી અને કેશોદ શહેરમાંથી જ રૂા. ૭ થી ૧૦ લાખનું કરી નાખેલ છે. ભોગ બનનારને ન્યાય અપાવવા તેમજ જવાબદારો સામે પગલા ભરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!