ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે અને આ વખતે જાન્યુઆરી મહિનામાં અને મકરસંક્રાંતિનાં પાવન તહેવાર નિમિતે તા.૦૯|૦૧|૨૦૨૨ ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક ખાતે જરૂરીયાતમંદ ૫૦ (પચાસ) કુટુંબોને ઘઉં, ચોખા, ખાંડ, ખીચડી, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, ચણા, કપડાં ધોવાનો સાબુ, ન્હાવાનો સાબુ, માંડવીની ચીકી, તલની ચીકી, મમરાનાં લાડુ, રાજીગરાનાં લાડુ, પારલે બિસ્કીટ, ફેન્સી બિસ્કીટ અને શ્રી કુળદેવી શ્રી પાલા પરિવાર (વેકરી) ટ્રસ્ટનાં સહયોગથી સાડી વગેરે આપવામાં આવ્યું હતું. આ અનાજ, ચીકી, મમરાનાં લાડુ અને સાડી વિતરણનાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢનાં આગેવાનો આદ્યાશકિતબેન મજમુદાર, ઈકબાલભાઈ મારફતીયા, નરેન્દ્રભાઈ જાેષી (બટુકબાપુ), ચંદુભાઈ લોઢીયા, દિપકભાઈ આર્ય, જીતેશભાઈ વિઠલાણી (પોરબંદર), રાજેશભાઈ, મહેશભાઈ જાેગીયા, અશોકભાઈ જાેગીયા, પ્રતિકભાઈ મિશ્રાણી, વજુભાઈ ઘકાણ, હર્ષભાઈ ઠાકર, ભાર્ગવભાઈ માંડલીયા, મનિષભાઈ જાેગીયા, ચેતનાબેન પંડ્યા, કુમુદબેન ઠાકર, ઉષાબેન પડીયા, અનિતાબેન પંડ્યા, પ્રવિણાબેન વાઘેલા, ઈન્દુબેન ખાણદર, રમીલાબેન ઘુચલા, ધર્મિષ્ઠાબેન વસાવડા, મિતલબેન રાડા, બી.કે.વૈશ્નવ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અનાજ, ચીકી, મમરાનાં લાડુ અને સાડી વિતરણનાં પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર રાજેશભાઈ તન્ના, ડો.રાજેશભાઈ ભાખર તરફથી શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો. તમામ ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. આ અનાજ, ચીકી, મમરાનાં લાડુ અને સાડી વિતરણનાં પ્રસંગે અલગ અલગ દાતાઓનો પુરેપુરો સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews