જૂનાગઢ મનપા દ્વારા વિકાસના બહાના હેઠળ માલિકીના કબ્રસ્તાનની જમીન મિલીભગતથી સંપાદિત કરાતા મુસ્લિમ સમાજમાં વિરોધ વંટોળ

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાડામાર્ગ એવા ઝાંઝરડા પુલથી ચોબારી રોડને પહોળો કરવા મુસ્લિમ-ઘાંચી સમાજના કબ્રસ્તાનની જમીન ગેરકાયદેસર રીતે સંપાદિત કરાતા મુસ્લિમ સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામેલ છે જેના અનુસંધાને કલેકટરને રૂબરૂ આવેદન પત્ર પાઠવી કડક રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ ઝાંઝરડા પુલથી ચોબારી રોડ તરફ જતો ગાડા માર્ગ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રસ્તો પહોળો કરવા સંદર્ભે રસ્તામાં આવેલ મુસ્લિમ-ઘાંચી સમાજના માલિકીના  સર્વે નંબર ૧૨૭ થી માલિકી ઉપરાંત હક પત્રક નંબર ૧૭૫૯ થી નોંધ  થયેલ હોઈ આ બાબતે જૂનાગઢ મામલતદાર જેતે સમયે મુસ્લિમ-ઘાંચી સમાજને જમીન સંપાદિત કરવા માટે લેખિત પુરાવા રજૂ કરવા એક નોટિસ દ્વારા જણાવેલ જેના અનુસંધાને મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા  સિનિયર ધારાશાસ્ત્રી અનિલ ચાંદેકર મારફત આધાર પુરાવા સાથે રજૂઆત તા.૧/૭/૨૦૧૯ના રોજ રૂબરૂ કરવામાં આવેલ અને કબ્રસ્તાનની જગ્યા રોડ માટે જરૂર પૂરતી ગેઝેટ પ્રસિદ્ધિથી જમીનની હયાત કિંમતે અથવા બાજુની ખરાબાની જમીન અપાવી કાયદેસર જૂનાગઢ શહેરના વિકાસમાં ઓન રેકોર્ડ મેળવી શકે તેવો અભિપ્રાય આપેલ જે અન્વયે મામલતદાર કચેરીએથી લેખિત/કોર્પોરેશનથી જવાબ મળશે તેમ જણાવેલ જે સમય જતા આ બાબતે અનેક સ્મૃતિપત્ર આપવા છતાં કોઈ જવાબ થયેલ નહિ અને ઘણા સમય પછી ગત દિવસોમાં અચાનક ફરીને  અધિકૃત રીતે મૌખિક વાત કરી સંપાદિત કરાયાના સમાચાર પ્રસિદ્ધ થતા આ મામલે જાગૃત ઘાંચી સમાજના સદસ્યો દ્વારા જૂનાગઢ કલેકટર, કમિશ્નર, મામલતદારને સંવિધાનિક અને બિ.પી.એમ.સી.એક્ટ મુજબ જમીન હસ્તગત કરી તેમની ફરજ પ્રત્યેનું ધ્યાન દોરી જરૂર મુજબની જમીન હસ્તગત કરી શ્રેષ્ઠ સંસદીય ફરજાે બજાવવા રજૂઆત કરવામાં આવેલ છે અને આ અંગે તાકીદે ઉકેલ યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે અન્યથા નામદાર કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે રાત્રે ઈશાની નમાઝ પછી ઘાંચી સમાજ અને શહેરના અગ્રણીઓની એક બેઠક કરી આખરી ર્નિણય કરી આગળની સંવિધાનિક કાર્યવાહી તબક્કાવાર કરવા ગુજરાત સેવા સમાજના ચેરમેન રજાક મહીડા દ્વારા એક લેખીત નિવેદનમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!