ગૂડ ગવર્નસ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની મંજુરી માટે જૂનાગઢ, વિસાવદર અને કેશોદમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ૧૪૬ શાળામાં ૨૩૬ પ્રવાસી શિક્ષકોને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ ગૂડ ગવર્નસ સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.૨૧ થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ છે. જેમાં તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ જિલ્લાની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સરકારની જાેગવાઇઓ અનુસાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મંજુરી શિક્ષકોની જગ્યા નિયમિત રીતે ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની મંજુરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું પાલન કરી જૂનાગઢ, વિસાવદર અને કેશોદ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાની ૧૦૩ માધ્યમિક શાળાઓમાં ૧૪૭ પ્રવાસી શિક્ષકો અને ૪૩ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૮૯ પ્રવાસી શિક્ષકોની કેમ્પના સ્થળ ઉપર જ મંજુરી આપી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સુચારૂ રીતે થાય તેવી અમલવારી કરવામાં આવી
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews