જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કાતિલ ઠંડી રહેશે તેવી આગાહી થઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૭ ડીગ્રી અને ગિરનાર ઉપર ર ડીગ્રી નોંધાયું હતું અને આજે પણ ઠંડી યથાવત રહી છે. શિયાળાની કડકડતી સીઝનમાં ગિરનાર ચડવા માટે આવતા યાત્રાળુઓમાં વધારો થયો છે. દિવસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ એકધારૂ જ રહેતા લોકોએ ગરમ વસ્ત્રો ફરજીયાત ધારણ કરવા પડે છે. સતત ઠંડીનાં દોર વચ્ચે જનજીવન ઠુંઠવાયું છે. દરમ્યાન આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૧૧.૦પ અને લઘુત્તમ ૯.૦૪ રહયું છે. જયારે ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ ૬.૩ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews