ખંભાળિયા પંથકના લોકોએ મનભરીને માણ્યો પતંગોત્સવ ઊંધિયા-ખીચડાની જહેમત માણતા નગરજનો

0

ઉમંગ ઉત્સાહના પર્વ મકરસંક્રાંતિને ગઈકાલે ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારના લોકોએ મન ભરીને માણ્યો હતો. ઉતરાયણ નિમિત્તે લોકોએ પતંગ ઉડાડવા, દાન પુણ્ય કરવા, તેમજ મિત્રો- પરિવારજનો સાથે આનંદભેર સમય પસાર કરી, આ પર્વને ઉજવ્યો હતો. કોરોનાની મહામારીની ચિંતા છોડી, ખંભાળિયા પંથકના લોકોએ મકરસંક્રાંતિને મન ભરીને માણવા ગુરૂવારે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે શુક્રવારે ઉતરાયણ પર્વે લોકો સવારે ધાબા અગાશી ઉપર ચડી ગયા હતા. સવારથી વીજ વિક્ષેપ વચ્ચે ખાસ કરીને યુવાનો, બાળકોએ “એ કાઇપો છે”- ની ચિચિયારીઓ વચ્ચે પિપુડાઓ વગાડીને આનંદ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે દિવસ દરમ્યાન મહદ અંશે પવનનું જાેર માફકસર રહેતા પતંગ રસિયાઓએ મન ભરીને પતંગ ઉડાડવાની મોજ માણી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!