સોમનાથ પંથકમાં સીમ વગડા લાલ ચટક કેસુડાથી મહોરી ઉઠયાં

0

સૂર્ય દેવતાનાં પર્વ મકરસંક્રાંતિનાં તલ-મમરાના લાડુ હજુ ખવાણા નથી ત્યાં તો આગામી વસંત પંચમી, હોળી-ધુળેટીનાં તહેવારોનો લાલ ચટાક જાણે વન-વનમાં આગ લાગી હોય તેવા કેસુડાનાં ઝાડવાઓ સોમનાથી સાસણ જતા રસ્તાઓ ઉપર આગામી પર્વોનાં આગમન પૂર્વેનાં છડીદારની જેમ ઝૂમી રહયા છે. સોળે કળાએ અનોખી રંગ છટાથી ખીલેલાં આ ઝાડવાઓ આવનારા મોસમ માટે ‘વેલકમ’ અત્યારથી જ કહી રહયા છે. કેસરી આકર્ષક ફુલ અને પોપટની ચાંચ જેવી કાળી ડાંડલા સાથે વૃક્ષમાં વળગી રહેલા એ ફુલો અંગે સોમનાથ-તાલાલાનાં ભુદેવ મિલનભાઈ પંડયા કહે છે કે કેસુડાનાં ફુલ આરોગ્ય ઘણુ ધરાવે છે. તેમજ તેનાથી કેસરી જળથી લોકો દેવ સ્નાન કરે છે. અને હોળીમાં કેસુડાના રંગથી હોળી રમાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!