જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના દોલતપરા, કસ્તુરબા સોસાયટી ખાતે રહેતા સિનિયર સીટીઝન ભાવેશભાઈ અમૃતલાલ જાેશી(ઉ.વ.૬૨) કે, જે જૂનાગઢ ખાતે જુદી જુદી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ પોતાની મુક બધીર પત્ની સાથે એકલવાયું જીવન ગુજારે છે. જુદી જુદી બે સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે પોતાનો બને સિક્યુરિટીમાં કુલ રૂા.૫,૦૦૦/- જેટલો પગાર બાકી હોય, બંને સિક્યુરિટીના સંચાલકોને ફોન કરતા, ધક્કા ખાવા છતાં આશરે છ માસથી પોતાનો બાકી નીકળતો પગાર આપતા નહીં હોય, પોતાનું અને પોતાના પત્નીનું જીવન નિર્વાહ ચલાવવા તકલીફ પડતી હોય, બંને દંપતી જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, સિક્યુરિટી સંચાલકને બોલાવી, પોતાના બાકી નીકળતા પગારના નાણાં અંગે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર તથા સ્ટાફના હે.કો. શૈલેષભાઈ, વિક્રમસિંહ, પો.કો. વનરાજસિંહ, મોહસીનભાઈ સહિતની ટીમ દ્વારા સિનિયર સીટીઝનની રજુઆત આધારે તાત્કાલિક બંને સિક્યુરિટી સંચાલકને બોલાવી, સિનિયર સીટીઝનની ઉંમર અને બને દંપતીની પરિસ્થિતિ સામું જાેવા અને બાકી નીકળતા પગારના નાણાં પરત આપવા સમજાવતા, બંને સિક્યુરિટીના સંચાલકોએ સિનિયર સિટીઝનનો બાકી નીકળતો પગાર રૂા.૫,૦૦૦ ઉભા ઉભા આપી દીધો હતો. સિનિયર સીટીઝન દંપતી દ્વારા પોતાના કપરા સંજાેગોમાં સહયોગ આપવા તેમજ પોતાનું આર્થિક સંકટ દૂર કરવા બાબત જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પગારના નાણાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરી વાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews