સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય પતંગ દોરીનો શણગાર કરાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે મકરસંક્રાંતિ દાન પર્વ નિમિત્તે તા. ૧૪ જાન્યુ.નાં રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા ધરાવી મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા રંગબેરંગી પતંગો-દોરીનો શણગાર કરી શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી (અથાણાવાળા) કરવામાં આવેલ હતી. કોઠારી વિવેકસાગરદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી અને યજમાન પરીવાર દ્વારા ગૌશાળામાં સવારે ૯ કલાકે ૧૦૮ ગૌમાતાનું ઘાસચારો-સુખડી ધરીને પૂજન કરવામાં આવેલ હતું. સાથો સાથ ૧૦૮ ગૌ વંશ દર્શન, ગૌ ચરણ પક્ષાલન, ગૌ અર્ધ્ય પ્રદાન, રેશન વસ્ત્રી સમર્પણ, ગૌ માતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ, પૃષ્ટવૃષ્ટી, ગૌ મહાનિરાજન તથા ગોપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ મંદિરનાં પટાંગણમાં સંપૂર્ણ ધનુર્માસ નિમિત્તે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૧ર કલાકે પુર્ણાહુતી કરવામાં આવેલ હતી. દાદાના શણગાર-આરતી દર્શનનો અમુલ્ય લહાવો હજારો ભકતોએ ઘેરબેઠા ઓનલાઈન યુટયુબ ચેનલ દ્વારા લઈ ધનત્યાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!