સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ત્રિમૂર્તી હોસ્પિટલ જૂનાગઢ ખાતે વંદે માતરમ ગાન કરાયું

0

૧રમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે સ્વામીજીનું પૂજન સાથે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત ત્રિમૂર્તી હોસ્પિટલ દ્વારા  સ્વાધીનતા પર્વમાં પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર હુતાત્માઓને અંજલી આપવા પૂર્ણ વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, ભાઈઓ-બહેનો તેમજ પેશન્ટ પણ આ કાર્યક્રમમાં જાેડાયા હતા. એસઓપીની ગાઈડલાઈન મુજબ આયોજન કરાયું હતું. અંજલી સ્વરૂપ પૂર્ણ વંદે માતરમ ગાન સાથે ડો. ડી.પી. ચીખલીયા દ્વારા બૌધ્ધિક સમજ આપી હતી. સાથે સાથે બરાબર ૧૧ વાગ્યે સમુહગાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના એમડી ડો. દેવરાજ ચીખલીયાના સંકલ્પ બળ તથા પૂર્ણ સહયોગથી સમગ્ર સ્ટાફ ઉત્સાહ પૂર્વક જાેડાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!