જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, મમરાનાં લાડુંનું વિતરણ

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં રહેતો દરેક કાર્યકર રાષ્ટ્રને સમર્પિત તથા દરેક લોકોનાં દુઃખમાં ભાગ લેનાર તથા ગમે તેવી આપત્તિ વખતે હંમેશા અગ્રેસર રહેતો હોય છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં નેતૃત્વમાં મનન અભાણીની અધ્યક્ષતા હેઠળ કાર્યરત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચાની ટીમ અને તેમાં કર્મષ્ઠ કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચાના મહામંત્રી અભય રીબડીયા તથા વિનસ હદવાણી દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અલગ રીતે કરી સમાજને ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અભય રીબડીયા તથા તેમની ટીમ દ્વારા જૂનાગઢ મહાનગરનાં અલગ અલગ વિસ્તારોમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પતંગ, મમરાના લાડુ તથા તલની ચીકીનું વિતરણ કરી આ બાળકોનાં ચહેરામાં ખુશીની લહેર અપાવી હતી. આ સેવાકાર્યમાં અભય રીબડીયા સાથે યુવા મોરચાના ઉપપ્રમુખ રવિભાઈ રૈયાણી, મેહુલભાઈ સાવલિયા, કેવીનભાઈ અકબરી, નિકુંજભાઈ માકડીયા, નિસર્ગભાઈ ભુવા, યજ્ઞેશભાઇ ભટ્ટ, હર્ષભાઈ ઝાલાવડીયા સાથે રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!