ગુજરાતમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધવા લાગ્યા છે અને છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હવે દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજાજી ચડાવવા માટે ફક્ત ૨૦ લોકો જ સાથે રહી શકશે તેવો ર્નિણય ગઈકાલે લેવામાં આવ્યો હતો. ગુજરાત ભરમાં છેલ્લા એક પખવાડિયાથી સંક્રમણ બેફામ ગતિએ ફેલાતા કોરોનાના કેસોમાં રોકેટની ગતિએ વધારો થતો જાય છે. તેજ રીતે યાત્રાધામ દ્વારકામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ગતિ જાેવા મળી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાધીશ જગતમંદિરના શિખર ઉપર રોજની પાંચ ધ્વજાજી ચડાવવા માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં માત્ર ૨૦ લોકોને મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે અને તમામ લોકો પાસે બંને રસીના ડોઝ લીધા છે તેના આધાર અને કોરોના નેગેટિવ હશે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તેવું વહીવટદાર દ્વારકાધીશ મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews