કોરોનાનાં સંક્રમણ કાળ વચ્ચે જૂનાગઢ શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ કરફયુનું ચૂસ્ત પાલન

0

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૧૦ વાગ્યાથી સવારના કલાક ૬ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુ રાખવામાં આવેલ હોય, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢવાસીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવવા માટે સુચનાઓ આપી, જૂનાગઢવાસીઓના જનહિત માટે જહેમત ઉઠાવવાનું શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીને માહિતી મળેલ કે, ઘણા લોકો કરફ્યુને હળવાશથી લે છે અને પોતાના ઘરે રાત્રીના કલાક ૧૦ વાગ્યે પહોંચવાના બદલે કોઈના કોઈ બહાના બતાવી, રાત્રીના કલાક ૧૦ઃ૩૦ થી ૧૧ વાગ્યા સુધી ઘરે જવાના બહાને બજારમાં રખડતા હોય છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પીઆઇ એન.આઈ.રાઠોડ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહેલ, સી ડિવિઝન પીએસઆઇ જે.જે.ગઢવી, જે.એમ.વાજા, ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યા પછી સામુહિક એક સાથે સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરી, એક સાથે સાત આઠ મોબાઈલ અને મોટર સાયકલ ઉપર સવાર થઈને કરફ્યુનો અમલ કરાવવા કમર કસી છે. જૂનાગઢ શહેરની જુદી જુદી પોલીસ ટીમ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યા પછી કાર્યવાહી હાથ ધરી, જેટલા લોકોને શહેરમાં બિન જરૂરી ફરતા તથા દુકાનો ખુલ્લી રાખી, ૧૧ રખડતા ઈસમો અને દુકાન ખુલ્લી રાખી, વેપાર કરતા પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત શહેર વિસ્તારના મજેવડી ગેઇટ, ગાંધી ચોક, કાળવા ચોક, બીલખા ગેઇટ, સુખનાથ ચોક, દીવાન ચોક, મોતીબાગ, ઝાંસીના પૂતળા, ઝાંઝરડા ચોકડી, સાબલપુર ચોકડી, મધુરમ ગેઇટ સહિતના પોઇન્ટ ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી, સઘન ચેકીંગ હાથ ધરી, બિન જરૂરી કરફ્યુ ભંગ કરી, ફરતા લોકોને પકડી પાડી, ધરપકડ કરી, ગુન્હાઓ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસની કાર્યવાહીથી જૂનાગઢ શહેરમાં સોપો પડી ગયો હતો અને માણસો પોતાની જાતે સ્વયંભૂ કરફ્યુનું પાલન કરવાની પોતાની ફરજ સમજી ગયા હતા. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ કરાવવા તેમજ દિવસ દરમ્યાન માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોય, લોકોના સ્વાસ્થ્ય અંગે માસ્ક પહેરવું, સરકારની ગાઈડલાઇનનું પાલન અને રાત્રી કરફ્યુ જરૂરી હોય, લોકોને રાત્રી દરમ્યાન પોત પોતાના ઘરમાં જ રહેવા અને કરફ્યુ ભંગ કરી, કાયદાકીય કાર્યવાહીથી બચવા, જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સરકારની ગાઈડલાઇન મુજબ ૨૨ જાન્યુઆરી સુધી સતત ચાલું રાખવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!