જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી આ પર્વ પ્રસંગે ગૃહિણી દ્વારા પુજા-પાઠ, ખીચડાનું દાન, ગૌમાતાને ગરાસ તેમજ તલનાં લાડુ, મમરાના લાડુ સહિત ચીજવસ્તુઓનું વિતરણ થયું હતું આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરીયાતમંદ લોકોને તલ-મમરાનાં લાડુ, ચીકી સહિતનું વિતરણ કરવામાં આવેલ તેમજ સાથે સાથે બાળકોને પતંગોની પણ ભેટ આપવામાં આવી હતી. ઉત્તરાયણનો પર્વ હોય એટલે લોકોમાં એક અનેરો ઉત્સાહ જાેવાતો હોય છે. ખાસ કરીને નાના બાળકોને તો કયારે સંક્રાંત આવે અને કયારે અગાશી ઉપર પતંગ ચગાવવાની મોજ માણી લઈએ તેવું મનમાં થતું હોય પરંતુ છેલ્લા એક અઠવાડીયા થયા કાતિલ ઠંડીનાં લપેટમાં જૂનાગઢ અને સોરઠ પંથક આવેલો હોય અને જનજીવન પ્રભાવિત બનેલ હતું તેમ છતાં સંક્રાંતની પૂર્વ સંધ્યાએ જૂનાગઢની બજારોમાં તલ-સાની, મમરાનાં લાડુ, ગોળ પાપડી સહિતની ચીજવસ્તુઓની ખરીદી થઈ હતી ઉપરાંત જૂનાગઢ શહેરમાં દરેક વિસ્તારોમાં પતંગોનાં સ્ટોલ હતા ત્યાં પણ સવારથી જ ખરીદી થતી હતી. જુદા જુદા આકર્ષક પતંગો તેમજ પીપુડીનાં અવાજ કરતા રમકડાઓ તેમજ દોરો બાંધી આકાશમાં છોડી દેવાતા રમકડાઓ બજારો ઉભરાઈ હતી અને તેનું વેચાણ પણ થતું હતું. સારી એવી ખરીદી બાદ ગઈકાલે મકરસંક્રાંતિનાં પર્વે આ વર્ષે આગાહી મુજબ પવન પણ સાનુકુળ હોય લોકો પોતાના મકાનની છત, ધાબા ઉપર સવારથી જ ચડી ગયા હતા અને ભગવાન સુર્યનારાયણનાં તેજ કિરણનાં હુંફાળા તાપ વચ્ચે પતંગ ઉડાડવાની મોજ માણતા હતા. જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ખુલ્લા મેદાનો પણ પતંગ રસીયાઓથી ઉભરાયા હતા. ઠંડીમાં સહેજ ઘટાડો ગઈકાલે જાેવા મળ્યો હતો જેને લઈને થોડી રાહત મળી હતી અને બપોર બાદ એટલે કે ર વાગ્યાથી સાંજનાં ૭ વાગ્યા સુધી લોકોએ પતંગનાં પેચો લગાવી અને ઉત્તરાયણની મોજ માણી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!