જૂનાગઢમાં છેલ્લા ચાર વર્ષથી પત્રકારિતા કરતા એવા યુવાન પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ છે. પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા અમીનાબેન બખાઈનો પણ આજે જન્મદિવસ છે ત્યારે અમારએ પણ તેની માતાના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. નાનપણથી પત્રકાર બનવાના સપના સાથે રહેલ યુવાન અમાર બખાઈ છેલ્લા ચાર વર્ષથી જૂનાગઢ શહેરમાં પત્રકારિતા કરી રહ્યા છે અને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર સાથે જાેડાયેલો છે. અમર બખાઈના પિતા આસિફભાઈ બખાઈ પોલીસ વિભાગમાં ૩૫ વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે પરંતુ હાલ તે દુનિયામાં હયાત નથી પરંતુ પિતાનું નામ પુત્રએ નાની ઉંમરમાં રોશન કર્યું છે. યુવા પત્રકારની વાત એવી છે કે, તેને ભણવામાં રસ નહોતો પરંતુ તેને મોટી બેન તેસીનાએ તેમને ભણવામાં ખૂબ મહેનત કરાવીને ધો.૧૨ પાસ કરાવ્યું અને મોટા ભાઈ તોફિકએ પણ નાના ભાઈ અમારને આગળ લઈ આવવામાં મહેનત કરી છે. નાનપણથી ટીવી ચેનલમાં સમાચાર જાેઈ અને પોતે સમાચાર બોલતો અને બાદમાં પત્રકાર બનવાનું સપનું તેનું સાકાર થયું છે અને મીડિયામાં તે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. હાલ તે જૂનાગઢ શહેરમાં પત્રકારિતા કરી રહ્યા છે અને ખાનગી સેટેલાઈટ ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવે છે. નાની ઉંમરમાં પરિવારનું નામ રોશન કર્યું છે જયારે આજે તેમનો જન્મદિવસ છે ત્યારે મિત્ર સર્કલ, પરિવારજન અને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર તરફથી તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના. આજના દિવસે અલ્લાહ અને પ્રભુ પાસે એજ પ્રાર્થના કે, અમાર બખાઈ તેમની જિંદગીમાં આગળ વધે અને આજ રીતની નામના મેળવતા રહે. જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવી છે.